Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

તેરા નામ લિખ દિયા...

ઈન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનો પત્નિ અનુષ્કા શર્મા માટેનો પ્રેમ જગજાહેર છે. હાલમાં તેણે સોશ્યલ મીડિયામાં પોતાનો એક ફોટો શેર કર્યો હતો. જેમાં તે પ્લેન વાઈટ ટી-શર્ટ પહેરીને બેઠો છે, પણ આ ફોટોમાં આકર્ષક વાત એ છે કે તેના ટી-શર્ટ પર અનુષ્કાના નામનું લાલ રંગમાં ચિતરાયેલુ ઈનિશ્યલ... આ ઈનિશ્યલમાં લાલ રંગનું નાનુ દિલ છે અને એને જોડીને નીચે અંગ્રેજી અક્ષર એ છે. આ ફોટો સાથે કોહલીએ ટ્વીટ કર્યુ હતું, આ ક્ષણે કેપ્ચર થયો છુ. અનુષ્કા શર્મા ફોટો બદલ થેન્કસ.

(3:40 pm IST)