Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલીંગ ભારતીય બેટ્સમેનો માટે બનશે પડકાર : ચેપલ

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન ઇયાન ચેપલના મતે આ વર્ષે ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં ખૂબ જ મજબૂત બોલિંગ આક્રમણનો સામનો કરતા પહેલાં ભારતે પોતાની બોલિંગની નબળાઈને દૂર કરવી પડશે. સાઉથ આફ્રિકા અને ઇંગ્લેન્ડમાં સિરીઝ હાર્યા બાદ વિરાટ કોહલીના નેતૃત્વવાળી ટીમની નજર ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ- સિરીઝ જીતવા પર છે. ચેપલે પોતાની કોલમમાં લખ્યું હતું કે શ્નપ્રતિબંધને કારણે બે સર્વશ્રેષ્ઠ બેટ્સમેનો સ્ટીવન સ્મિથ અને ડેવિડ વોર્નર બહાર જતાં ઓસ્ટ્રેલિયાની બેટિંગ પર સવાલ ઉઠાવવામાં આવશે, પરંતુ એનું બોલિંગ આક્રમણ ઘણું મજબૂત છે. જો મિચેલ સ્ટાર્ક, જોસ હેઝલવુડ, પેટ કમિન્સ અને નંથન લાયન ફિટ રહે તો ભારતીય બેટ્સમેનો માટે મોટો પડકાર હશે. ઇંગ્લેન્ડમાં હવા અને સીમને કારણે મળનારી મૂવમેન્ટથી વિરાટ કોહલી ઉપરાંત અન્ય બેટ્સમેનોને મુશ્કેલી થઈ હતી. ઓસ્ટ્રેલિયામાં વધુ પડતો બાઉન્સ પરેશાન કરશે.

(3:46 pm IST)