Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

એશિયાકપમાં આવતીકાલે સાંજે ૫ વાગ્યાથી ભારતનો પ્રથમ મુકાબલો હોંગકોંગ સામે : બુધવારે પાકિસ્તાન સામે કાંટે કી ટક્કર

દુબઈ : હોંગકોંગ સામેની વન-ડેમાં આઠ વિકેટથી આસાન વિજય મેળવતા પાકિસ્તાને એશિયા કપનો પ્રારંભ કર્યો હતો. એક તરફી મુકાબલામાં ઉસ્માન ખાને ત્રણ વિકેટ ઝડપતા હોંગકોંગની ટીમ માત્ર ૩૭.૧ ઓવરમાં જ ૧૧૬ રનમાં જ ખખડી ગઈ હતી. જવાબમાં પાકિસ્તાને ઈમામના અણનમ ૫૦ની મદદથી ૨૩.૪ ઓવરમાં જ વિજય મેળવી લીધો હતો. એશિયાકપમાં મંગળવારે સાંજે ૫ વાગ્યાથી ભારતનો મુકાબલો હોંગકોંગ સામે થશે. જે પછી બુધવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે વન-ડે રમાશે.

હોંગકોંગ : વિકેટનો ક્રમ : ૧-૧૭ (નિઝાકત ૪.૩), ૨-૩૨ (અંશુમાન - ૮.૫), ૩-૩૯ (કાર્ટર ૧૩.૨), ૪-૪૪ (હયાત ૧૬.૧), ૫-૪૪ (અહસાન - ૧૬.૩), ૬-૯૭ (ઐઝાઝ ૩૦.૨), ૭-૯૭ (મેકેચની ૩૦.૫), ૮-૯૭ (તનવીર ૩૦.૬), ૯-૯૯ (કિંચિત શાહ ૩૩.૧), ૧૦-૧૧૬ (નવાઝ ૩૭.૧).

બોલીંગ : આમીર ૭-૧-૨૦-૦, ઉસ્માન ૭.૩-૧-૧૯ે૩, અશરફ ૪-૦-૧૦-૧, હસન ૭.૧-૦-૧૯-૨, શદાબ ૮-૧-૩૧-૨, શોએબ ૩-૦-૧૭-૦, ઝમાન ૦.૩-૦-૦-૦.

પાકિસ્તાન : વિકેટનો ક્રમ : ૧-૪૧ (ઝમાન ૮.૧), ૨-૯૩ (બાબર ૨૦.૨)

બોલીંગ : તનવીર ૪-૨-૧૩-૦, નવાઝ ૪-૦-૨૭-૦, ઐઝાઝ ૩.૪-૦-૧૯-૦, અહસાન ૮-૦-૩૪-૨, નદીમ ૪-૦-૨૭-૦.

(3:43 pm IST)