Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

મારૃં હૃદય હંમેશા ટીમ માટે ધડકતુ રહેશે

કેરાલા બ્લાસ્ટર્સ ફૂટબોલ કલબમાંથી પોતાનો હિસ્સો વેચ્યા બાદ તેન્ડુલકરે કહ્યું... : ઈન્ડિયન સુપર લીગની કેરળની ફ્રેન્ચાઈઝી સાથે સચિન છેલ્લા ચાર વર્ષથી કો-ઓનર તરીકે જોડાયેલો હતો

સચિન તેંડુલકરે ઇન્ડિયન સુપર લીગ (આઈએસએલ)ની ફ્રેન્ચાઇઝી કેરાલા બ્લાસ્ટર્સ ફુટબોલ કલબ (એફસી)માંથી પોતાનો તમામ હિરસો વેચ્યા બાદ કહ્યું હતું કે મારું હૃદય હંમેશાં આ ટીમ માટે ધડકતું રહેશે. તેન્ડુલકર આઈએસએલની નવી સીઝન શરૂ થાય એ પહેલાં જ આ ટીમમાંથી હટી ગયો છે. સચિન ૨૦૧૪થી આ ટીમ સાથે જોડાયો હતો તેમ જ ઘણી વખત સ્ટેડિયમમાં પોતાની ટીમને ચિયર કરતો દેખાયો હતો.

સચિને કહ્યું કે આ ટીમ સાથે જોડાયાનું મારું પાંચમું વર્ષ છે. ટીમ સાથે ઘણી ચર્ચા બાદ મેં કેરાલા બ્લાસ્ટર્સનો સાથ છોડવાનો પ્રયત્ન કર્યો છે. મને વિશ્વાસ છે કે કેરળની ટીમ સારા ફોર્મમાં છે અને ભવિષ્યમાં સફળતા મેળવતી રહેશે. આ ટીમને તેના સમર્થકોનો મજબૂત ટેકો છે. મને આ ટીમ પર ગર્વ છે. મારું હૃદય હંમેશાં આ ટીમ માટે ધડતું રહેશે. છેલ્લાં ૪ વર્ષથી આ ફુટબોલ કલબ મારા જીવનનો મહત્ત્વનો ભાગ રહી છે. તેડુલકર પાસે આ ટીમનો ૨૦ ટકા ભાગ હતો જે તેણે સાઉથના ફિલ્મસ્ટાર ચિરંજીવી અને અલુ અરવિંદને વેચ્યો છે.

(3:43 pm IST)