Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

હવે સુરતીઓ માણી શકશે આંતર રાષ્ટ્રીય ક્રિકેટ મેચ: બીસીસીઆઈ એ આપી મંજૂરી

લાલભાઇ કોન્ટ્રાકટર સ્ટેડિયમમાં મહીલા ટી-20 મેચ રમાશે

સુરત ;હવે સુરતીઓ આંતર રાષ્ટ્રીય ક્રિકેટ મેચ માણી શકશે સુરતના લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં પ્રથમ વખત ઇન્ટનેશનલ મેચ રમાશે  મહિલા T20ની આગામી મેચ આ સ્ટેડિયમમાં યોજાશે હાલ અહીં 8 હજાર જેટલા દર્શકો મેચ જોઇ શકે છે પરંતુ હવે 20 હજાર દર્શકો મેચ જોઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

છેલ્લા કેટલાય વર્ષો થી સુરતી લાલાઓ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ માટે રાહ જોઈ રહ્યાં હતા ત્યારે  બીસીસીઆઈ દ્વારા સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ ને ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ નો દરજ્જો આપી દીધો છે. જેને કારણે સુરતીલાલાઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. હાલ બીસીસીઆઈ દ્વારા મહિલા ક્રિકેટ મેચ ને લીલીઝંડી આપી દીધી છે, પરંતુ પુરુષ ટુર્નામેન્ટ માટે હજી સુરતી લાલાઓએ રાહ જોવી પડશે.

 

  25મી સપ્ટેમ્બરના રોજ સાઉથ આફ્રિકા અને પ્રેસિડન્ટ ઇલેવન વરચે-ટી 20 મેચ રમાશે. આ બન્ને ટિમો વચ્ચે 5 મેચ રમાશે. ખાસ કરીને થોડા સમય પહેલાં જ પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડ, સબ્બા કરિમ સહિતના ક્રિકેટરો ગ્રાઉનડની મુલાકાત લઈ ગયા હતા. તેમના દ્વારા જ આ ગ્રાઉન્ડની પસંદગી કરવામાં આવી હતી. હવે સુરતીલાલાઓ એક જ રાહ જોઈને બેઠા છે કે, બીસીસીઆઈ દ્વારા વહેલી તકે પુરુષ ટુર્નામેન્ટ શરૂ કરવામાં આવે.

(10:24 pm IST)