Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ બજરંગ પુનિયાને મળશે

નવી દિલ્હી : રેસલીંગની દુનિયામાં હાલ નંબર વન પોઝીશન પર ભારતના બજરંગ પુનિયાનું નામ આવે છે. છેલ્લા ઘણા સમયથી રેસલીંગમાં નોંધપાત્ર પર્ર્ફોર્મન્સ આપવા બદલ પુનિયાને દેશનો ખેલ ક્ષેત્રનો સૌથી મોટો રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ-૨૦૧૯ એનાયત થવાનો છે.

રેસલીંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબલ્યુ એફઆઈ) દ્વારા પુનિયા સહિત વિનેશ ફોગાટના નામની પણ ભલામણ કરવામાં આવી હતી. પુનિયા ઈરાનની પૈમાન બિબિયાનીમાં ૬૫ કિલો વર્ગની પુરૂષોની ફ્રી સ્ટાઈલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિવાય ચીનમાં થયેલી એશિયન રેસલીંગ ચેમ્પિયનશીપમાં પણ તે ચેમ્પિયન બન્યો હતો.

જકાર્તામાં ગયા વર્ષે યોજાયેલી એશિયન ગેમ્સમાં ૬૫ કિલો વર્ગની કોમ્પીટીશનમાં પણ બજરંગે ગોલ્ડ મેડલ પોતાના નામે કરવામાં સફળતા મેળવી હતી. સચિન તેન્ડુલકર, મહેન્દ્રસિંહ ધોની, વિરાટ કોહલી ઉપરાંત વેઈટલીફટર મીરાબાઈ છાનુ સહિત ટોટલ ૩૬ ખેલાડીઓને ખેલરત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. સૌથી પહેલી વાર આ એવોર્ડ ૧૯૯૧-૯૨માં ચેસ ગ્રેન્ડ માસ્ટર વિશ્વનાથ આનંદને તેના અદ્દભૂત પ્રદર્શન માટે પ્રદાન કરવામાં આવ્યો હતો.

(3:35 pm IST)