Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

પાક.ના નવા કોચ હશે મિસબાહ ઉલ હક્ક : લગભગ ફાઈનલ

લાહોર : પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચ અને ચીફ સિલેકટરપદે મિસબાહ-ઉલ-હકની વરણી લગભગ નક્કી લાગે છે. ૨૨ ઓગષ્ટથી ૭ સપ્ટેમ્બર દરમિયાન લાહોરના નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ)માં થનારા કેમ્પમાં ૨૦ પાકિસ્તાન ક્રિકેટરોના કેમ્પ કમાન્ડર તરીકે પણ મિસબાહની  પસંદગી કરાઈ છે.

મિસબાહે પોતાને જ આ ટ્રેઈનીંગ કેમ્પમાં એક પ્લેયર તરીકે રજીસ્ટર્ડ કર્યો હતો અને એ સાથે તે હવે પ્લેયરના કોચ તરીકે પણ કામ કરશે.

(1:19 pm IST)