Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં આ ખેલાડીની થઇ શકે છે એન્ટ્રી

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની વરિષ્ઠ પસંદગી સમિતિના ભૂતપૂર્વ ચીફ સિલેક્ટર દિલીપ વેંગસકરએ ઇંગ્લેન્જ વિરૂદ્ધ શનિવારથી શરૂ થનાર ત્રીજી ટેસ્ટ મેચમાં યુવા વિકેટકિપર બેટ્સમેન ઋષભ પંતને શામેલ કરવાની હિમાયત કરી છેવેંગસરકરને કહ્યું છે કે,”પંતને ટીમમાં સ્થાન મળવું જોઈએ. વિરાટ કોહલી ઉપરાંત, કોઈ અન્ય ભારતીય બેટ્સમેન હજી સુધી સ્કોર કરી શક્યો નથી. પછી તે ઇંગ્લેન્ડ હોય કે ભારત. તમારે સ્થિતિ સાથે ખુબ જ તલ્દી તાલમેળ બેસાડવો જરૂરી છે. તમારે જાતે સુધારવું પડશે અને રન બનાવવા પડશે.તેમણે આશા વ્યક્ત કરી કે, ટેસ્ટ સીરિઝમાં હારની અસર ભારતીય ટીમના વર્લ્ડ કપની તૈયારીઓ પર નહી પડે. તેમણે કહ્યું કે, વન ડે મેચોમાં ભારત ખુબ જ સારી ટીમ છે. તે ત્યા ખુબ જ સારૂ પ્રદર્શન કરી ચૂકી છે. ઇંગ્લેન્ડની પીચ અમારા સ્પિનરો અને ફાસ્ટ બોલરો માટે ઉપયોગી સાબિત થશે.પૂર્વ કેપ્ટન વેંગસકરે કહ્યું કે,’તમારે બોલરોને સન્માન આપવાનું હોય છે’ તમને જણાવી દઇએ કે, ભારત પાંચ ટેસ્ટો મેચોની સીરિઝમાં બે મેચો હારી ગઇ છે. સીરિઝની ત્રીજી મેચ શનિવારે રમાશે. જો પંતને ત્રીજી ટેસ્ટમાં મોકો મળે છે તો દિનેશ કાર્તિકને બહાર બેસવું પડશે.

(4:57 pm IST)