Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

ટી-20માં ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રિત કૌરે ફટકારી 6 સિક્સ અને બનાવ્યો રોકર્ડ

નવી દિલ્હી: ઈંગ્લેન્ડમાં ચાલી રહેલ કિયા સુપર લીગમાં ભારતની સ્મૃતિ માંધાણા પછી વિસ્ફોટક ઓલરાઉન્ડર હરમનપ્રિત કોરે પોતાની તુફાની બેટિંગ દ્વારા એક પારીમાં 6 સિક્સ ફટકારીને એક અનોખો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. હરમણપીરતે 44 બોલમાં 74 રન બનાવ્યા હતા. હરમનપ્રીતે કિયા સુપર લીગમાં એક પારીમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર બીજી એવી મહિલા બની ગઈ છે. તેની પહેલા દક્ષિણ આફ્રિકાની વિકેટકિપર લીજલી લઈ બે વખત 6-6 સિક્સ ફટકારી ચુકી છે.

(4:56 pm IST)