Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

બેટ્સમેનોએ શિસ્ત ને ધીરજ દેખાડવી પડશે : શાસ્ત્રી

કાલથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજો ટેસ્ટ

ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીએ આવતી કાલથી ટેન્ટ બ્રિજમાં ઇંગ્લેન્ડ સામે શરૂ થનારા ત્રીજા ટેસ્ટ-મેચ પહેલાં સંઘર્ષ કરી રહેલા ટીમના બેટ્સમેનો પાસે વધુ શિસ્ત અને ધીરજ દેખાડવાની માગણી કરી હતી. તેણે કહ્યું હતું કે મુશ્કેલ પરિસ્થિતિ છતાં હવે સમયની ડિમાન્ડ છે કે આપણે આત્મવિશ્વાસ દેખાડીએ. તમને ઓફ સ્ટમ્પ વિશે ખબર હોવી જોઈએ અને ઘણા બોલને છોડવા પડશે.

આ પ્રવાસમાં રહાણેની અસફળતા વિશેના સવાલનો જવાબ આપતાં શાસ્ત્રીએ કહ્યું હતું કે મને નથી લાગતું કે કોઈ એક ખેલાડીને નિશાન બનાવવો જોઈએ. બન્ને ટીમના બેટ્સમેનો સંઘર્ષ કરી રહ્યા છે. રહાણે અમારી બેટિંગ લાઇનઅપનો મહત્ત્વનો ખેલાડી છે અને રહેશે.

(3:43 pm IST)