Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

ટીમ ઇન્ડિયાને વધુ એક ઝટકો : મુખ્ય સ્પોન્સરશિપથી ઓપ્પોએ છોડ્યો સાથ

ઓપ્પો એડવર્ટાઇઝમેન્ટ પર ઓછો ખર્ચ કરવાની શરૂઆત કરી ચુક્યું છે. જેનું પહેલું નુકશાન ભારતીય ક્રિકેટ ટીમ બની છે ટીમ ઇન્ડિયાની મુખ્ય સ્પોન્સરશિપથી ઓપ્પોએ હાથ ખેંચી લીધા છે. ઓપ્પોએ 2017માં વીવોને પછાડીને ભારતીય ક્રિકેટ ટીમને સ્પોન્સરશિપ બીડ ઝડપી હતી. આ માટે કંપની અને બીસીસીઆઈ વચ્ચે 2022 સુધીની સ્પોન્સરશિપ માટે 1079 કરોડ રૂપિયાનો કરાર થયો હતો.

   કંપનીએ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે આઈસીસીની સાથે પણ 2016માં 4 વર્ષનો સ્પોન્સરશિપ કૉન્ટ્રાક્ટ સાઇન કર્યો હતો જે હજુ પણ ચાલુ છે, પરંતુ ભારતીય ટીમનાં સૌથી ખરાબ સમયમાં કરારથી પાછળ હટવાનો નિર્ણય કરીને કંપનીએ એ અટકળોને જોર આપ્યું છે કે વર્લ્ડ કપમાં ભારતનાં ખરાબ પ્રદર્શન બાદ હવે આવતા 3 વર્ષ સુધી સ્પોન્સરશિપનાં પૈસા આપવાથી કંપનીને કોઈ બ્રાન્ડ વેલ્યૂ પ્રાપ્ત નહીં થાય

(11:09 pm IST)