Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

હવે 12મોં ખેલાડી પણ કરી શકશે બેટિંગ :ક્રિકેટમાં લાગુ થશે નવો નિયમ:આઈસીસીની બેઠકમાં ચર્ચા

ઑસ્ટ્રેલિયાએ ઘરેલૂ મેચોમાં આ નિયમને લાગુ કર્યો: ડૉક્ટર કહે તો ખેલાડી મેદાન છોડી શકે

મુંબઈ : આઈસીસી ક્રિકેટ અધિકારીઓ 1 ઑગષ્ટથી એશિઝ સીરીઝમાં નવો નિયમ લાવી શકે છે આ નિયમ માથા પર ઇજા થશે તો સબસ્ટીટ્યૂટ ખેલાડીને રમવાની મંજૂરી આપવાનો છે. આંતરરાષ્ટ્રિય ક્રિકેટ પરિષદની વાર્ષિક બેઠકમાં આ નિયમને લાવવાની ચર્ચા ચાલી રહી છે.જો આ નિમયને મંજૂરી મળી જશે તો તેને તાત્કાલિક ધોરણે લાગુ કરવામાં આવશે, જેથી વિશ્વ ચેમ્પિયનશિપ અંતર્ગત રમાનારી દરેક મેચોમાં આ નિયમનો ઉપયોગ કરવામાં આવી શકે અને ખેલાડીઓને સુરક્ષા મળે

 નિયમને લાવવાની માંગ ઑસ્ટ્રેલિયાઈ બેટ્સમેન ફિલિપ હ્યૂઝનાં માથા પર બૉલ વાગ્યા બાદથી ચાલી રહી હતી. 2014માં લિસ્ટ-એ મેચમાં ફિલિપ હ્યયૂઝને બાઉન્સર વાગ્યો હતો અને તેના કેટલાક દિવસ બાદ તેનું મૃત્યુ થયું હતુ. આ ઘટના બાદ ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ ઘરેલૂ મેચોમાં આ નિયમને લાગુ કર્યો હતો. આ નિયમ જો કે ઑસ્ટ્રેલિયાનાં શેફીલ્ડ શીલ્ડમાં લાગૂ નહોતો થઇ શક્યો. ઑક્ટોબર-2017માં આઈસીસીએ ઘરઆંગણે આ નિયમને લઇને 2 દિવસનો ટ્રાયલ કર્યો હતો.

  સીએ બાદ હાલનાં સમયમાં આ નિયમને લાવવા માટે અવાજ ઉઠ્યો હતો. સીએએ નિયમ બનાવ્યો હતો કે, 'જો ડૉક્ટરે કહ્યું છે તો ખેલાડી મેદાન છોડી શકે છે અથવા જો ખેલાડી આઘાતની સ્થિતિમાં છે તો પણ તે મેદાનથી બહાર જઇ શકે છે. તાજેતરમાં થયેલા વિશ્વ કપમાં પણ આને લઇને જાણકારી માટેનાં ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. દરેક ટીમે પોતાનો એક મેડિકલ પ્રતિનિધિે બનાવ્યો હતો અને મેચનાં દિવસે એક સ્વતંત્ર ડૉક્ટર પણ સમર્થન માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

(10:10 pm IST)