Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

હંગેરીના સરક્રેટાકને રેડબુલ નેયમાર વર્લ્ડ ફાઇનલમાં કપ

સુપરસ્ટાર નેયમાર જુનિયર ઇજા બાદ એકશનમાં : કલીંગા રેન્જર્સે ફાઇનલમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતુ

અમદાવાદ, તા.૧૭ : વૈશ્વિક ફૂટબોલ સુપરસ્ટાર નેયમાર જુનિયરને કોપા અમેરિકામાં થયેલી ઇજા બાદ સૌપ્રથમ વખત મેદાનમાં લઇ જવાયો હતો, કેમ કે વિશ્વમાં સૌથી શક્તિશાળી ફાઇવ-અ-સાઇડ ફૂટબોલ ટીમ્સને બ્રાઝિલમાં પ્રેઇયા ગ્રેનેડ ખાતે રેડબુલ નેયમાર જુનિયર ફાઇવર વર્લ્ડ ફાઇનલ ખાતે તાજ પહેરાવવામાં આવ્યો હતો. વર્લ્ડ ફાઇનલ્સ (૧૨-૧૩ જુલાઇ) જેવી કઠોર રમત બાદ હંગેરી (મિશ્ર) અને સ્લોવાકીયા (મહિલા) પડોશમાંથી કે જ્યાં બ્રાઝિલીયન્સ મોટા થયા હતા તેવા ઇન્સ્ટિટ્યુટો પ્રોડેક્ટો નેયમાર જુનિયર ખાતે ટોચમાં રહ્યા હતા. રેડબુલ નેયમાર જુનિયરની ફાઇવ એ વિશ્વમાં સૌથી મોટી ફાઇવ-અ-સાઇડ ફૂટબોલ ટૂર્નામેન્ટ છે જેનું આયોજન એનર્જી ડ્રીંક માંધાતા કંપની રેડબુલ દ્વારા કરવામાં આવ્યું હતું. રેડબુલ નેયમાર જુનિયર્સ ફાઇવ ૨૦૧૯ ઇન્ડિયા ચેમ્પીયન્સ, મુંબઇની કલીંગા રેન્જર્સે બ્રાઝિલમાં વર્લ્ડ ફાઇન્સમાં ભારતનુ પ્રતિનિધિત્વ કર્યું હતું અને હંગેરી સામે ઐતિહાસિક જીત હાંસલ કરી હતી, જે ટૂર્નામેન્ટમાં આખરે તાજ પ્રાપ્ત કર્યો હતો. કમનસીબે તેમની ટૂર્નામેન્ટ લક્ઝેમબર્ગ સાથે રમત ડ્રોમાં જતા અને સ્પેઇન અને એન્ગોલા સામે કારમી હારને પગલે ગ્રુપ સ્ટેજમાં જ અટકી ગઇ હતી. ટીમ ઇન્ડિયા (એન્થની માચાડો, ટાયસન પેરીયેરા, હેન્ડર્સન ડાયસ, રય્યામ શેખ, ક્રેઇગ ડીસોઝા ને ચાર્મેલ ડી અલમેઇડા) કોલકાતામાં નેયમાર જુનિયર્સ ફાઇવમાં રેડબુલની નેશનલ ફાઇનલમાં વિજેતા બની હતી જણે વર્લ્ડ ફાઇનલ્સ ખાતે ઘણી મહેનત કરી હતી અને વિશ્વમા ૫-અ સાઇડ ફૂટબોલ સ્પર્ધાનો સૌથી મોટો ભાગ બનવાનો અતિ મૂલ્યવાન અનુભવ પ્રાપ્ત કરશે. ટીમ કલીંગ રેન્જર્સ મુંબઇ, ભારતના ખેલાડી એન્થની માચાડોએ જણાવ્યું હતું કે,  રેડબુલ નયમર જુનિયર્સની ફાઇવ ૨૦૧૯ નેશનલ ચેમ્પયન્સમાં ભાગ લીધેલ કુલ ૩૨૧૬ ટીમોમાંથી અમે વિજેતા તરીકે ઉભરી આવતા અમને આનંદ થયો છે. તેણે અમને બ્રાઝિલમાં એક દિવસીય રમતના સ્વપ્નને જીવી લેવાની તક પૂરી પાડી છે. અમેવર્લ્ડ ફાઇનલ્સમાં કેટલી વૈશ્વિક કક્ષાની ટીમો સાથે રમ્યા હતા. આ ૧૦ મિનીટની રમત છે, બોલ બહાર જતો નથી અ તમારે સતત રમતા રહેવું પડે છે, જેથી તમારે મજબૂત ગેઇમ પ્લાન સાથે ભારે શક્તિને પણ કામે લગાવવી પડે છે. અમને સતત તકો આપવા માટે તેમજ ૫-અ-સાઇડ ફૂટબોલ સાથેની ટૂર્નામેન્ટ આપવા બદલ અમે રેડબુલનો આભાર માનીએ છીએ. અમે આખી ચેમ્પીયન હંગેરી સામે ગ્રુપ સ્ટેજીસમાં ન જઇ શક્યા તેનો અમને અફસોસ છે. તે શીખવા માટે સુંદર અનુભવ રહ્યો હતો અને તે તમારા રમત સુધારામાં મદદ કરશે. અમારું નેયમાર જુનિયરને મળવાનું પણ સ્વપ્ન પણ પૂરું થયું છે. છ ઉપખંડોમાંના ૪૦ દેશોમાંથી શ્રેષ્ઠ ફાઇવ-અ-સાઇડ ખેલાડીઓ રમ્યા હોવાથી ચાલુ વર્ષની સ્પર્ધા માટે ક્વોલિફાયરમાં ૧૦૦,૦૦૦થી ખેલાડીઓએ સાઇન-અપ કર્યું હતું. હંગેરી તેમની આઠ મચોમાંથી સાત જીત્યુ હતું, જેમાં મિશ્ર સ્પર્ધામાં ટાઇટલ આપવા માટે ફાઇનલમાં ૨-૦થી જીતનો પણ સમાવેશ થાય છે. ભારતમાંથી ટીમ કલીંગા રેન્જર્સ સામે આ એકમાત્ર હાર હતી. બીજી મહિલા વર્લ્ડ ચેમ્પીયનનો તાજ સ્લોવાકીયાના શિરે ગયો હતો, જે સમગ્ર ટૂર્નામેન્ટમાં સતત વિજેતા બની હતી અને ફાઇનલમાં જાપાનને ૨-૧ના સ્કોરથી હરાવ્યું હતું. હંગેરીના સરક્રેટાક અને સ્લોવાકીયાના સ્પર્ટાક મિજાવેઝેની પણ મેક્સિકોના ડિપોર્ટીવ મોગો, બ્રાઝિલ (૨૦૧૮)ના રસેન્હા ૦૧૩, રોમાનીયા (૨૦૧૭)ના તાઓ યુનાઇટેડ અને બ્રાઝિલ (૨૦૧૬)ના એન્જોસડા બોલા સાથે રેડબુલ દ્વારાઆયોજિત પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટના વિજેતા તરીકે સાથે જોડાયા હતા. નેયમાર જુનિયરે બે યાદગાર મેચોમાં વર્લ્ડ ચેમ્પીયનને સામે પોતાની ખાસ ટીમ સાથે જતા પહેલા સેમી ફાઇન્લ્સ અને ફાઇનલસ સ્ટેન્ડમાંથી મિત્રો અને પરિવાર સથે નિહાળી હતી. નેયમાર જુનિયરને ઘૂંટણની ઇજા થઇ તે પછીના છ સપ્તાહો બાદ પ્રથમ વખતે બહાર નીકળ્યા હતા, પરંતુ ૨૭ વર્ષના આ યુવાનમાં જ્યારે નવો તાજ પહેરાવવામાં આવેલ ટીમની આસપાસ ફર્યા ત્યારે આવી ઇજા થઇ હોવા છતા સ્વસ્થ હતા.

(10:04 pm IST)