Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

ઇન્ડિયા-એ ટીમનો વેસ્ટ ઇન્ડિઝ-એ સામે ૧૪૮ રનથી વિજયઃ ૩.૦ની વિજયી સરસાઇ મેળવી

નોર્થ સાઉન્ડ (એન્ટીગા): કેપ્ટન મનીષ પાંડેની સદી અને ક્રુણાલ પંડ્યાની પાંચ વિકેટથી ભારત એએ અહીં ત્રી બિનસત્તાવાર  વનડે મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 148 રનથી હરાવીને 5 મેચોની સિરીઝમાં 3-0ની વિજયી સરસાઈ મેળવી લીધી છે. ભાકત-એ ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 6 વિકેટ પર 295 રન બનાવ્યા અને પછી યજમાન ટીમને 34.2 ઓવરમાં 147 રન પર ઓલઆઉટ કરી દીધી હતી. ભારતની શરૂઆત ખરાબ રબી અને ઓપનિંગ બેટ્સમેન અનમોલપ્રીત સિંહ શૂન્ય રન બનાવી આઉટ થયો હતો.

ઓપનિંગ બેટ્સમેન શુભમન લિગ (81 બોલમાં 77 રન) અને ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવેલા શ્રેયસ અય્યર (69 બોલમાં 47 રન)એ બીજી વિકેટ માટે 109 રન જોડ્યા હતા. ગિલ આઉટ થયા બાદ પાંડેએ માત્ર 87 બોલમાં 100 રન બનાવ્યા હતા. તેણે હનુમા વિહારી (29)ની સાથે ચોથી વિકેટ માટે 110 રન જોડ્યા હતા.

296 રનના લક્ષ્યનો પીછો કરતા વેસ્ટ ઈન્ડિઝ એને જોન કેમ્પબેલ (21) અને સુનીલ અંબરીશ (30)એ પ્રથમ વિકેટ માટે 51 રન જોડીને પ્રભાવી શરૂઆત અપાવી હતી. ક્રુણાલ (25 રન પર 5 વિકેટ)એ ત્યારબાદ વિન્ડીઝના બેટિંગ ક્રમને ધ્વસ્ત કરી દીધો અને ટીમ 150ની અંદર ઓલઆઉટ થઈ ગઈ હતી. નિચલા ક્રમમાં કીમો પોલે 34 રન બનાવ્યા પરંતુ ભારત એને આસાન જીત મેળવવાથી રોકી શક્યો નહતો.

ભારત એ ટીમે આ પહેલા કુલિજમાં 11 જુલાઈએ પ્રથમ વનડે 65 રનથી જ્યારે નોર્થ સાઉન્ડમાં જ બીજી વનડે 14 જુલાઈએ આ અંતરથી જીતી હતી. સિરીઝની અંતિમ બે વનડે શુક્રવાર અને રવિવારે કુલિજમાં રમાશે.

(5:33 pm IST)