Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

૨૦૨૩નો વર્લ્ડકપ ભારતમાં રમાશે

અભિનંદન ઈંગ્લેન્ડ : ઈંગ્લેન્ડના વડાપ્રધાન ટેરીસા મે સાથે વિશ્વકપ ૨૦૧૯ની ટ્રોફી સાથે ઈંગ્લેન્ડની વિજેતા ટીમ.

નવી દિલ્હી : આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ-૨૦૨૩ ૯ ફેબ્રુઆરીથી ૨૬ માર્ચ દરમિયાન ભારતમાં રમાશે. આ ક્રિકેટ વર્લ્ડકપની ૧૩મી આવૃતિ હશે અને ભારત પહેલીવાર સ્વતંત્રરૂપે યજમાની કરશે. આ પહેલા ભારતે ૩ વાર (૧૯૮૭, ૧૯૯૬ અને ૨૦૧૧માં) વર્લ્ડકપની યજમાની કરી હતી. જો કે ત્રણેય વખતે ભારતે પાડોશી દેશ સાથે મળીને યજમાની કરી હતી.

૧૯૮૭માં ભારત અને પાકિસ્તાને, ૧૯૯૬માં ભારત, પાકિસ્તાન અને શ્રીલંકાએ, જયારે ૨૦૧૧માં ભારત, શ્રીલંકા  અને બાંગ્લાદેશે યજમાની કરી હતી.

(1:13 pm IST)