Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

રોહન બોપન્ના અને સ્મૃતિ મંધાના અર્જુન એવોર્ડથી સમ્માનિત

મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના અને ટેનીસ પ્લેયર રોહન બોપન્નાને કેન્દ્રીય ખેલમંત્રીએ અર્જુન એવોર્ડ આપ્યો

નવી દિલ્હી : કેન્દ્રીય રમત મંત્રી કિરણ રિજિજુએ મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના અને ટેનીસ પ્લેયર રોહન બોપન્નાને અર્જુન એવોર્ડથી સન્માનિત કર્યા હતા આ પુરસ્કારની શરૂઆત ૧૯૬૧ માં થઈ હતી. આ એવોર્ડ દ્વ્રારા ખાસ કરીને સક્ષમ ખેલાડીઓને પણ પુરસ્કાર આપવામાં આવે છે. આ પુરસ્કારમાં ૫,૦૦,૦૦૦ રૂપિયા કેશ આપવામાં આવે છે તેની સાથે અર્જુનની પ્રતીકાત્મક મૂર્તિ અને પ્રશંસાપત્ર આપવામાં આવે છે.

   અત્રે ઉલેલ્ખનીય છે કે સ્મૃતિ મંધાના ભારતીય મહિલા ક્રિકેટનું મોટું નામ છે.મહિલા હોય અથવા પુરુષ, તે ટી-૨૦ આંતરરાષ્ટ્રીમાં સૌથી ઓછી ઉમરની ભારતીય કેપ્ટન છે.સ્મૃતિ મંધાનાએ ૨૨ વર્ષ ૨૨૯ દિવસની ઉમરમાં ટી-૨૦ આંતરરાષ્ટ્રીયમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ સંભાળી હતી. તે આ વર્ષે ફ્રેબુઆરીમાં દુનિયાની નંબર ૧ વનડે બેટ્સમેન બની હતી.

  સ્મૃતિ મંધાના વર્ષ ૨૦૧૮ ની શરૂઆતથી વનડેમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. સ્મૃતિ મંધાનાએ ગયા વર્ષે ૧૨ વનડે મેચમાં ૬૬૯ રન અને ૨૫ ટી-૨૦ માં ૬૨૨ રન બનાવ્યા હતા. જયારે એશિયન ૨૦૧૮ માં ટેનીસ પુરુષ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર રોહન બોપન્નાએ જણાવ્યું હતું કે, અર્જુન પુરસ્કાર વિજેતા તરીકે ઓળખાણ બનાવવા મારા માટે ગર્વની વાત છે. હું આ પુરસ્કારને પ્રાપ્ત કરી ઘણો ખુશ છુ.

(12:38 pm IST)