Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

શ્રીલંકા સામેની વનડે સીરીઝ માટે બાંગ્લાદેશની ટીમ જાહેર : શાકિબ અલ હસનને આરામ આપ્યો

લીટોન દાસે વિશ્રામ લીધો : સ્પિનર તાઇજુલ ઇસ્લામ અને અનામુલ હક્કને મળ્યું સ્થાન

બાંગ્લાદેશે શ્રીલંકા સામે આ મહીનાના અંતમાં રમાવનારી ત્રણ મેચની વનડે શ્રેણી માટે વર્લ્ડ કપના હીરો અને ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને આરામ આપ્યો છે મશરફે મુર્તજાને કેપ્ટન જાળવી રાખવામાં આવ્યા છે.

શાકિબ અલ હસન સિવાય બેટ્સમેન લીટોન દાસે વ્યકિતગત કારણોથી વિશ્વામ લીધો છે. તેમના સ્થાન પર ડાબા હાથના સ્પિનર તાઈજુલ ઇસ્લામ અને ટોપ ક્રમના બેટ્સમેન અનામુલ હકને ટીમમાં લેવામાં આવ્યા છે.

વર્લ્ડ કપ ટીમમાં સામેલ કરવામાં આવેલ અબુ જાયદને ટીમમાં લેવામાં આવ્યા નથી. તેમને વર્લ્ડ કપમાં એક પણ મેચ રમવાની તક મળી નથી. બાંગ્લાદેશ વર્લ્ડ કપમાં માત્ર ૩ મેચમાં જીત પ્રાપ્ત કરી અને આઠમાં સ્થાન પર રહી હતી. તેમને સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડીઝ અને અફઘાનિસ્તાનને હરાવ્યું હતું.

મશરફે મુર્તજાએ ૮ મેચમાં માત્ર ૧ વિકેટ લીધી હતી. તેમને ટીમના ખરાબ પ્રદર્શનની જવાબદારી લીધી હતી પરંતુ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે તેમની કેપ્ટનશીપ જાળવી રાખી છે. બાંગ્લાદેશ કોલંબોમાં ૨૬, ૨૮ અને ૩૧ જુલાઈના ત્રણ વનડે મેચ રમશે.

બાંગ્લાદેશ ટીમ આ મુજબ છે : મશરફે મુર્તજા (કેપ્ટન), તામિમ ઇકબાલ, સૌમ્યા સરકાર, અનામુલ હક, મોહમ્મદ મિથુન, મુશફિકુર રહીમ, મહમુદુલ્લાહ રિયાદ, મોસદ્દેક હુસૈન, શબ્બીર રહેમાન, મેહંદી હસન, તાઈજુલ ઇસ્લામ, રુબેલ હુસૈન, મોહમ્મદ સૈફુદ્દીન, મુસ્તાફીઝૂર રહેમાન.

(11:01 am IST)