Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

ત્રીજી નિર્ણાયક વનડેમાં ટીમ ઇન્ડિયાનો પરાજય: ઇંગ્લેન્ડે 2-1થી શ્રેણી જીતી

રૂટ અણનમ 100 અને મોર્ગને અણનમ 88 રન ફટકાર્યા :ઓપનર બેયરસ્ટો 13 બોલમાં 30 રન ઝૂડ્યા

 

લીડ્સ (ઈંગ્લેન્ડ): આજે  ત્રીજી અને નિર્ણાયક વનડેમાં ઈંગ્લેન્ડે ભારતને 8 વિકેટે પરાજય આપીને વનડે શ્રેણી 2-1થી જીતી છે ભારતે આપેલા 257 રનનો લક્ષ્ય ઈંગ્લેન્ડે બે વિકેટ ગુમાવીને 44.3 ઓવરમાં હાસિલ કર્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી રૂટ અણનમ 100 અને મોર્ગને અણનમ 88 રન બનાવ્યા હતા ભારતીય ટીમ આજે બોલિંગમાં પણ નિષ્ફળ રહી હતી. 

 ઈંગ્લેન્ડ માટે બેયરસ્ટો અને વિન્સેએ શાનદાર શરૂઆત કરી હતી. માત્ર 4.4 ઓવરમાં બંન્નેએ પ્રથમ વિકેટ માટે 43 રન જોડ્યા હતા. બેયરસ્ટો 13 બોલમાં 30 રન બનાવીને શાર્દુલ ઠાકુરનો શિકાર બન્યો હતો. તેણે 7 બાઉન્ટ્રી ફટકારી હતી. ત્યારબાદ 74 રનના કુલ સ્કોરે ઈંગ્લેન્ડે બીજી વિકેટ ગુમાવી હતી. વિન્સે 27 બોલમાં 27 રન બનાવી આઉટ થયો હતો. 

  ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં આઠ વિકેટે 256 રન બનાવ્યા અને ઈંગ્લેન્ડને જીત માટે 257નો ટાર્ગેટ આપ્યો. ટીમ ઈન્ડિયા તરફથી કેપ્ટન કોહલીએ સૌથી વદુ 71 રન બનાવ્યા, જ્યારે પૂર્વ કેપ્ટન ધોનીએ 42 રનનું યોગદાન આપ્યું હતું. 

(12:55 am IST)