Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

ભારતની વન્ડર ગર્લ હિમા દાસને જવું પડ્યું હતું પોલીસ સ્ટેશન !! જાણો કેમ ?

નવી દિલ્હી :ભારતની વન્ડર ગર્લ હિમા દાસે આંતરરાષ્ટ્રીય ટ્રૅક ઍન્ડ ફિલ્ડ ચૅમ્પિયનશિપમાં 20 વર્ષથી ઓછી વયના ખેલાડીઓ માટેની 400 મીટરની દોડમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. 2007માં તેણે પોલીસ સ્ટેશન જવું પડ્યું હતું,આશરે  7 વર્ષની હિમા દાસ સાથે દોડપકડ રમતા પાડોશીને છોકરો ઘવાતા પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ કરતા સિપાઈ હિમા દાસને પોલીસ સ્ટેશને લઈ ગયો હતો. જમાદારે ઉંમર જોતા છોડી મુક્યા હતા.

(8:07 pm IST)