Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

મિડલ ઓર્ડરની સમસ્યામાંથી બહાર આવવા માગશે ભારત

આજે ઈંગ્લેન્ડ સામે રમાનારી ત્રીજી અને નિર્ણાયક મેચ જો જીતી જાય તો વિરાટ કોહલીની ટીમનો આ સતત દસમો શ્રેણી- વિજય હશેઃ સાંજે ૫ વાગ્યાથી ખરાખરીનો જંગ

છેલ્લી મેચમાં મિડલ ઓર્ડરની નબળાઈ બહાર આવ્યા બાદ ભારતીય ટીમ આજે ઈંગ્લેન્ડ સામે થનારી નિર્ણાયક ત્રીજી અને છેલ્લી વન-ડેમાં આ ખામીને દૂર કરી જીત સાથે વિરાટ કોહલીની ટીમ સતત દસમી સીરીઝ પોતાના નામે કરવા માગશે.

ભારતીય સ્પિનરોની વાત કરીએ તો તમામ મેચમાં તેઓ પ્રભાવશાળી રહ્યા છે, પરંતુ ફાસ્ટ બોલીંગ આક્રમણમાં ધાર નથી દેખાઈ. ભારતીય ટીમને ભુવનેશ્વર કુમાર અને જશપ્રીત બુમરાહની ખોટ વર્તાઈ હતી. ઈંગ્લેન્ડની ટીમ વન-ડેમાં મજબૂત ટીમ છે.

ભારતીય મિડલ ઓર્ડર દબાણમાં છે, કારણ કે ભારત ચોથા ક્રમાંક માટે કોઈ સ્થાયી ખેલાડી શોધી શકયુ નથી. કોઈપણ સફળ ટીમ માટે આ સ્થાન સૌથી મહત્વનુ હોય છે. છેલ્લા કેટલા સમયથી ભારત આ સ્થાન માટે ઉકેલ શોધી રહ્યુ છે. આ સીરીઝમાં લોકેશ રાહુલે ચોથા ક્રમાંક પર વાપસી કરી છે. એની સૌથી મોટી પરીક્ષા લોડ્ર્સમાં હતી, પરંતુ તે ત્યાં ઝીરો પર આઉટ થયો હતો. ભારત પાસે દિનેશ કાર્તિક અને શ્રેયસ અય્યરનો વિકલ્પ પણ છે, પરંતુ ભારત મહેન્દ્રસિંહ ધોનીને બદલે કાર્તિકના નામ પર વિચાર કરવા નથી માગતુ. લોડ્ર્સમાં ધોનીને રમવાની તક મળી હતી. જો કે ભારતીય ટીમ વિરાટ કોહલી, શિખર ધવન અને રોહિત શર્માના પ્રદર્શન પર વધુ નિર્ભર છે એ વાત પણ બહાર આવી છે.

(4:16 pm IST)