Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

ફ્રાન્સમાં વિજયની ઉજવણી બાદ ફાટી નીકળેલી હિંસામાં બેના મોત

વર્લ્ડકપમાં થયેલી જીત બાદ ફ્રાન્સમાં વિવિધ સ્થળે ઉજવણી બાદ હિંસા ફાટી નીકળી હતી. જેમાં બે લોકોના મૃત્યુ થયા હતા. તેમજ પોલીસે અંદાજે ૨૦૦ જેટલા લોકોની ધરપકડ કરી હતી. પેરીસમાં ૩૦ જેટલા યુવકોએ ચહેરા પર માસ્ક પહેરીને એક સ્ટોરને લૂંટ્યો હતો. તેમજ એમાંથી વાઈન અને શેમ્પેનની બોટલો લઈને ભાગ્યા હતા. વળી તોફાન કરતા રોકવા માટે તેમના પર ટિયરગેસ છોડનારા પોલીસો સામે પથ્થરમારો પણ કર્યો હતો. રવિવારે જીત બાદ ૫૦ વર્ષની એક વ્યકિત નાની નહેરમાં કૂદી હતી જયાં તેના ગળામાં ગંભીર ઈજા થતાં તેનું મૃત્યુ નિપજ્યુ હતું.

(4:16 pm IST)