Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

આશા નહોતી કે ફોર્મમાં આવીશ : જોકોવિચ

લંડનમાં કેરીઅરનું ચોથુ વિમ્બલ્ડન ટાઈટલ જીતનાર સર્બિયાનો સ્ટાર ટેનિસ પ્લેયર નોવાક જોકોવિચનું કહેવું છે કે તે ફોર્મમાં પાછો ફરશે એની આશા ન હતી. જોકોવિચે ગ્રેન્ડ સ્લેમ વિમ્બલ્ડનની પુરૂષ સિંગલ્સની ફાઈનલમાં સાઉથ આફ્રિકાના કેવીન એન્ડરસનને ૨ કલાક અને ૧૮ મિનિટમાં ૬-૨, ૬-૨, ૭-૬થી હરાવીને ૧૩મું ગ્રેન્ડ સ્લેમ ટાઈટલ જીત્યુ હતું. મેચ પછી તેણે કહ્યું કે મને આશા ન હતી કે હું વિમ્બલ્ડનમાં આટલો જલ્દી ફોર્મમાં આવીશ. ઘણી ક્ષણ એવી આવી હતી જયારે હું ખૂબ જ હતાશ થઈને વિચારવા લાગ્યો હતો કે કમબેક કરી શકીશ ખરો? એને લીધે આ સફળતા ઘણી વિશેષ થઈ ગઈ છે, હું ઘણો ખુશ છું.

(4:14 pm IST)