Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

WTC ફાઈનલ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઇલેવનની જાહેરાત: રોહિત શર્મા સાથે શુભમન ગિલ સંભાળશે ઓપનિંગની જવાબદારી

મેનેજમેન્ટે મોહમ્મદ સિરાજને બહાર રાખી અનુભવી ઈશાંત શર્માને પર ભરોસો દેખાડ્યો: ટીમમાં રવિન્દ્ર જાડેજા, આર. અશ્વિન એમ બે સ્પિનરને સ્થાન

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ન્યૂઝીલેન્ડ સામે આવતીકાલથી શરૂ થતી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ મેચ માટે પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં રવિન્દ્ર જાડેજા, આર. અશ્વિન એમ બે સ્પિનરને જગ્યા મળી છે. તો મેનેજમેન્ટે મોહમ્મદ સિરાજને બહાર રાખી અનુભવી પેસર ઈશાંત શર્માને પર ભરોસો દેખાડ્યો છે.

આશા મુજબ ઓપનિંગની જવાબદારી હિટમેન રોહિત શર્મા અને શુભમન ગિલ સંભાળશે, જ્યારે તે બાદ ચેતેશ્વર પુજારા અને વિરાટ કોહલીનો નંબર આવશે. વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણે અને વિકેટકીપર ઋષભ પંત મિડલ ઓર્ડરમાં ટીમનો મોર્ચો સંભાળશે.

રવિન્દ્ર જાડેજા અને આર. અશ્વિનની સ્પિન ઓલરાઉન્ડર જોડી કીવી બેટ્સમેનોને ચોંકાવવાની જવાબદારી સંભાળશે ઈશાંત અને શમીની ફાસ્ટ બોલિંગ પણ કીવી બેટ્સમેનોને હેરાન પરેશાન કરી દેશે.

ટીમ :વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે (વાઈસ કેપ્ટન), ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, આર.અશ્વિન, જસપ્રિત બુમરાહ, ઈશાંત શર્મા અને મોહમ્મદ શમી.

(9:01 pm IST)