Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

જાડેજા ૪૬ રન બનાવશે તો બે હજાર રનની કલબમાં પહોંચી જશે

રવિન્દ્ર જાડેજા બોલ, બેટ બંન્નેથી શાનદાર પ્રદર્શન કરે છે એટલું જ નહીં તેઓ ફિલ્ડિંગમાં પણ મહત્વની ભૂમિકા નિભાવે છે. એવામાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં રવિચંદ્રન અશ્વિનની સાથે રવિન્દ્ર જાડેજાનું મેદાન પર ઉતરવું નક્કી માનવામાં આવી રહ્યું છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં જો જાડેજાને તક મળશે તો તેે કપિલ દેવ, અનિલ કુંબલે જેવા દિગ્ગજ ખેલાડીઓના ખાસ કલબમાં સામેલ થઈ શકે છે.

હકીકતમાં, ટેસ્ટ ક્રિકેટમાં એક બેટ્સમેન તરીકે જાડેજાને ૨ હજાર રન પૂરા કરવા માટે માત્ર ૪૬ રનોની જરૂર છે. ૪૬ રન બનાવતા જ જાડેજા એવા ૫ાંચમાં ભારતીય ખેલાડી બની જશે, જેમણે ક્રિકેટના સૌથી લાંબા ફૉર્મેટમાં ૨ હજાર રન અને ૨૦૦થી વધારે વિકેટ ચટકાવી છે.

આ પહેલા ટીમ ઈન્ડિયા તરફથી અનિલ કુંબલે, કપિલ દેવ, હરભજન સિંહ અને રવીચંદ્રન અશ્વિન આ રેકૉર્ડ પર કબ્જો કરી ચૂક્યા છે. જાડેજાએ બેટ્સમેન તરીકે ટેસ્ટમાં અત્યાર સુધીમાં ૧૯૫૪ રન બનાવ્યા છે અને ૨૨૦ વિકેટ ઝટકી છે.

(4:03 pm IST)