Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

વિરાટના વનડેમાં સૌથી ઝડપી ૧૧ હજાર રન : નવો વિક્રમ

૨૨૨ ઇનિગ્સમાં ૧૧ હજાર રન પુરા કરી લીધા :સચિન તેડુલકરના રેકોર્ડને તોડવામાં સફળતા મળી છે

માનચેસ્ટર,તા. ૧૬ : માનચેસ્ટરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ વધુ એક સફળતા હાંસિલ કરી દીધી હતી. કોહલીએ સૌથી ઝડપી ૧૧ હજાર રન પુરા કરવાની સિદ્ધિ મેળવી લીધી હતી. કોહલીએ આજે પાકિસ્તાન સામે રમતા ૨૨૨મી ઇનિગ્સમાં ૧૧ હજાર રન પુરા કર્યા હતા. સચિને ૨૭૬ ઇનિગ્સમાં આ રન પુરા કર્યા હતા. કોહલીને આજની મેચની પહેલા ૧૧ હજાર રન પુરા કરવા ૫૭ રનની જરૂર હતી પરંતુ કોહલીએ આ રન સરળતાથી પુરા કર્યા હતા. કોહલી વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી સદીના રેકોર્ડ તરફ પણ વધી રહ્યો છે. સચિન બાદ તે સદીના મામલામાં પણ બીજા સ્થાને છે.

સૌથી ઝડપી ૧૧ હજાર

માનચેસ્ટર, તા. ૧૬ : માનચેસ્ટરમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં વિરાટ કોહલીએ સચિન તેડુલકરનો રેકોર્ડ તોડ્યો હતો અને સૌથી ઝડપી ૧૧ હજાર રન પુરા કર્યા હતા. સૌથી ઝડપી ૧૧ હજાર રન કરનાર ક્રિકેટરો નીચે મુજબ છે.

નામ.......................................................... ઇનિગ્સ

વિરાટ કોહલી................................................ ૨૨૨

સચિન.......................................................... ૨૭૬

પોન્ટિંગ........................................................ ૨૮૬

ગાંગુલી......................................................... ૨૮૮

કાલિસ.......................................................... ૨૯૩

 

(8:10 pm IST)