Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

ઇજા હોવા છતાં રસેલને ટીમમાં રાખવા માગે છે કેપ્ટન જેસન હોલ્ડર

લંડનઃ વેસ્ટ ઇન્ડિઝના ઓલરાઉન્ડર આંંદ્રે રસેલને ઘૂંટણની ઇજાથી વારંવાર પરેશાન થઇ રહ્યો છે પરંતુ કેપ્ટન જેસન હોલ્ડરના કહેવા મુજબ આંદ્રે રસેલને ટીમમાં સામેલ કરવાનુ જોખમ ઉઠાવવું વ્યાજબી છે ઇંગ્લેન્ડ સામે શુક્રવારે રમાયેલા મુકાબલામાં રસેલને ઇજાના કારણે મેદાન છોડવું પડયું હતુ. આ અગાઉ ૬ જૂનના ઓસ્ટ્રેલીયા સામેની મેચમાં પણ રસેલ ઇજાગ્રસ્ત થયો હતો.  હોલ્ડરે કહ્યું કે રસેલ માટે સ્થિતિ મુશ્કેલી ભરી છે.  પણ તેને ટીમમાં સામેલ કરવાના પુરતા પ્રયાસ કરવામંા આવી રહ્યા છે.  હોલ્ડર કોઇપણ ભોગે રસેલને અંતિમ ૧૧ માં રાખવા માટે છે કારણ રસેલ મેચનુ પાસુ બદલવા સક્ષમ છે. ઙ્ગ

 

(1:03 pm IST)