Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

અમ્પાયર સામે નારાજગી બદલ બ્રેથવેટને દંડ

સાઉથેમ્પટન : વેસ્ટ ઇન્ડિઝના ઓલરાઉન્ડર કાર્ર્લોસ બ્રેથવેટને ઇંગ્લેન્ડ સામેના વિશ્વકપ મેચ દરમિયાન અમ્પાયરના નિર્ણય સામે અસંતોષ વ્યકત કરવા બદલ દંડ ફટકારવામા આવ્યો છેે.  બ્રેથવેટે ખેલાડીઓ અને સહયોગી સ્ટાફ માટેની આઇસીસી આચારસંહિતાની ધારા ર.૮ નુ ઉલ્લંઘન કર્યુ છે. જે અમ્પાયરના નિર્ણય અંગે નારાજગી જાહેર કરવા સંબંધિત છે. આ ઘટના વેસ્ટ ઇન્ડિઝની ઇનિંગની ૪૩ મી ઓવરમા થઇ હતી. આઇસીસી મેચ રેફરીની એલીટ પેનલના ડેવિડ બૂન દ્વારા લગાવવામા આવેલા દંડનો સ્વિકાર કર્યો છે જેથી વધુ સુનાવણીની જરૂર પડી નહોતી.

(1:01 pm IST)