Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

અમારુ હનીમૂન રણજી ટ્રોફીમાં : અરુણ લાલની પત્‍ની બુલબુલ સાહા

નવી ઘ્‍લ્‍હિીઃ ભૂતપૂર્વ ક્રિકેટર અને બૈંગાલ રણજી ક્રિકેટ ટીમના હેડ-કોચ અરુણ લાલે તાજેતરમાં ૬૬ વર્ષની ઉમંરે ૩૮ વર્ષની બુલબુલ સાહા સાથે લગ્ન કરીને આર્ય  ફેલાવ્‍યું ત્‍યારબાદ એ યુગલે વધુ એક નવાઇ પમાડનારી વાત કરી છે.

લગ્ન પછી અકે પત્રકારે તેમને પુછયું કે તમે હનીમૂન માટે કયાં જશો? એના જવાબ માં અરુણ લાલે કહ્યું, ‘રણજી ટ્રોફી અમારું હનીમુન બનશે. ૪થી ૮ જૂન દરમ્‍યાન બેન્‍ગલોરમાં  ઝારખંડ વિરુદ્ધ બેંગાલની કવાર્ટર ફાઇનલ રમાશે.' બીજા લગ્ન કરનાર અરુણ લાલનો કહેવાનો અર્થ એ હશે કે તેઓ બેંગાલની ટીમને કોચિંગ આપવામાં વ્‍યસ્‍ત હશે ત્‍યારે અરુણ લાલની પત્‍નિ બુલબુલ સ્‍ટેન્‍ડમાં બેસીને બેંગાલની પત્‍નિ બુલબુલ સ્‍ટેન્‍ડમાં બેસીને બેંગાલની ટીમને ચિયર-અપ કરતી હશે.

(3:05 pm IST)