Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

નડાલે નોવાક જોકોવિચને હરાવી ઈટાલિયન ઓપનનો તાજ જીત્યો

વિરોધી ખેલાડીની ભૂલનો લાભ લેવામાં નડાલ આગળ : સ્પર્ધાની સિંગલ્સ મેન્સ ફાઇનલમાં નડાલે ૭-૫, ૧-૬ અને ૬-૩થી સાર્બિયાના નોવાક જોકોવિચને હરાવી દીધો

રોમ, તા. ૧૭ : રાફેલ નડાલ તેના કરિયરની શરૂઆતથી ખુબ ચાલાક અને આક્રામક ખેલાડી રહ્યો છે. ટેનિસની રમતમાં એક પલખ જપકાવતા વિરોધી ખેલાડી જે ભૂલ કરે એનો લાભ ઉઠાવવામાં નડાલ સૌથી આગળ છે. અને વાત ફરી એકવાર નડાલે ટેનિસ કોર્ટમાં સાબિત કરી બતાવી છે. રાફેલ નડાલએ નંબર વન ટેનિસ પ્લેયર નોવાક જોકોવિચને હરાવીને ઇટાલીયન ઓપનનું ટાઈલ પોતાના નામે કરી લીધું છે. વિશ્વનો નંબર વન ટેનિસ પ્લેયર નોવાક જોકોવિચ પર સ્પેનનો રાફેલ નડાલ ઇટાલીયન ઓપન ૨૦૨૧ દરમ્યાન ભારે પડ્યો હતો.

પોતાની આક્રામક રમતને કારણે નડાલ હંમેશા સામેવાળા ખેલાડી પર ચઢાઈ કરીને રમતો હોય છે. એજ કારણ છેકે, તેની સામેનો ખેલાડી થોડો સતર્ક થઈને રમવાનો પ્રયાસ કરે છે. જેવો સામેવાળો ખેલાડી વધારે ડિફેન્સીવ થાય ત્યારે રાફેલ નડાલ તેના પર રીતસર ચઢાઈ કરી દે છે. વખતે ઈટાલીયન ઓપનમાં પણ કંઈક આવું બન્યું. ઇટાલીયન ઓપનની ફાઇનલ મેચમાં બંને વચ્ચે રમાયેલી મેચ શાનદાર રહી હતી. પહેલા જબરદસ્ત ટક્કર ભર્યા રહ્યા બાદ, નિર્ણાયક સેટમાં નડાલે હાવી રહીને બાજી મારી લીધી હતી. સિંગલ્સ મેન્સ ફાઇનલમાં નડાલે -, - અને - થી જોકોવિચને હરાવી દીધો હતો.

પ્રથમ સેટ નડાલે -૫થી પોતાના નામે કરી લીધો હતો. બંને વચ્ચે પ્રથમ સેટમાં જબરદસ્ત ટક્કર જોવા મળી હતી. તેના બાદ બીજા સેટમાં જોકોવિચ - થી નડાલ પર હાવી થયો હતો. આમ નડાલ બીજા સેટ દરમ્યાન મુશ્કેલ દેખાયો હતો. જોકે નડાલે અંતિમ અંતિમ અને નિર્ણાયક સેટમાં જબરદસ્ત વાપસી કરી હતી. તેણે જબરદસ્ત રમત રમીને અંતિમ સેટને જીતવા સાથે ટાઇટલ પોતાના નામે કરી લીધુ હતું.

મહિલા સિંગલ્સની વાત કરવામાં આવે તો, ફેન્ચ ઓપનની વર્તમાન ચેમ્પીયન ઇગા સ્વિયાટેક ઇટાલીયન ઓપનના એક તરફી ફાઇનલમાં રવિવારે કેરોલિના પ્લિસકોવાને હરાવી દીધી હતી. પોલેન્ડની ૧૯ વર્ષીય ખેલાડી ૨૦૧૯ માંની ચેમ્પિયન પ્લિસ્કોવાને લગભગ ૪૬ મિનીટમાં -, - થી હરાવીને ફ્રેન્ચ ઓપનની શાનદાર તૈયારીનો સંકેત પણ આપ્યો હતો.

સ્વિયાટેકની રમત એટલી પ્રભાવશાળી રહી હતી કે, તેણે મેચ દરમ્યાન ફક્ત ૧૩ પોઇન્ટ ગુમાવ્યા હતા. મેચ બાદ તેણે કહ્યુ હતું કે, સ્વાભાવિક છે કે આજનો દિવસ મારા માટે સારો નહોતો. ઇગાએ શાનદાર રમત રમી હતી. ડબલ્યુટીએ ફાઇનલમાં પાંચ વર્ષ બાદ આવુ થયુ છે, જ્યારે વિરોધી ટીમ એક પણ પોઇન્ટ મેળવવામાં સફળ ના રહી હોય. પહેલા સિમોના હાલેપ પ્રકારના અંતરથી અનસ્તાસિયા સેવાસ્તોવા ને બુખારેસ્ટમાં હરાવી હતી.

(7:13 pm IST)