Gujarati News

Gujarati News

News of Sunday, 17th May 2020

કોરોના વાયરસના કારણે સમગ્ર દુનિયામાં ક્રિકેટ ઇવેન્ટ્સ ઠપ : હવે ટી-20 વર્લ્ડ કપને બદલે ઓક્ટોબરમાં આયોજિત થશે IPL!

નવી દિલ્હીઃ કોરોના વાયરસ ના કારણે સમગ્ર દુનિયામાં ક્રિકેટ ઇવેન્ટ્સ ઠપ થઈ ગઈ છે. જોકે ઓસ્ટ્રેલિયામાં આગામી મહિને ક્રિકેટની વાપસીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જ્યાં આવતા મહિને 6 જૂનથી ડાર્વિન તથા જિલ્લા ક્રિકેટ પ્રતિયોગિતા ટી20 ટૂર્નામેન્ટની સાથે લૉકડાઉન બાદ પહેલીવાર પ્રતિસ્પર્ધા ક્રિકેટ રમવામાં આવશે. બીજી તરફ, પાકિસ્તાન ટીમ પણ જુલાઈમાં ઈંગ્લેન્ડના પ્રવાસ માટે લગભગ રાજી થઈ ગઈ છે.

જોકે હજુ સુધી ક્રિકેટની વાપસી થશે તો તેમાં ઘણા ફેરફાર પણ જોવા મળશે. ચર્ચા છે કે મેચ ખાલી સ્ટેડિયમમાં રમાશે. જોકે તેમ છતાંય આ મહામારીના ખતરાને જોતાં આઈસીસી  આ વર્ષે ઓસ્ટ્રેલિયાની મેજબાનીમાં યોજાનારા ટી20 વર્લ્ડ કપને સ્થગિત કરવાની તૈયારી રહી રહ્યું છે. એક રિપોર્ટ મુજબ આ વર્ષે યોજાનારા ટી20 વર્લ્ડ કપને સ્થગિત કરવામાં આવશે અને ટી20 વર્લ્ડ કપને બદલે ઓક્ટોબર-નવેમ્બર ટાઇમ સ્લોટમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના આયોજન કરવાની શક્યતા છે.

(4:00 pm IST)