Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

આઈસીસીએ વિશ્વકપ માટે ૨૪ કોમેન્ટ્રેટરની ટીમ જાહેર કરીઃ ફકત ૩ ભારતીયોનો સમાવશેઃ ગાવસ્કરને સામેલ ન કરાયા

સૌરવ ગાંગુલી, સંજય માંજરેકર તથા હર્ષા ભોગલે પેનલમાં

લંડનઃ વિશ્વકપની શરૂઆત ૩૦મીથી થઈ રહી છે, ત્યારે આઈસીસી દ્વારા કોમેન્ટ્રેટર પેનલની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભારતના સૌરવ ગાંગુલી, સંજય માંજરેકર તથા હર્ષા ભોગલેનો સમાવેશ કરવામાં આવેલ છે. નવાઈની વાત એ છે ભારતના પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

કુલ ૨૪ કોમેન્ટ્રેટરમાં શોન પોલોક, મેલ જોંસ, ઈયાન વાર્ડ, ઈયાન સ્મીથ, હર્ષા ભોગલે, કુમાર સાંગરાકારા, સાઈમન ડુલ, ઈયાન બિશપ, ગ્રામ સ્મિથ, માઈકલ હોલ્ડીંગ, સૌરવ ગાંગુલી, પોમી બાંગવા, માઈકલ આર્થરટન, માર્ક નિકોલસ, એલીસન મિપ્ચેલ, ઈશા ગુહા, વાસીમ અકરમ, માઈકલ સ્લેટર, નાસીર હુસૈન, રમીઝ રાજા, અથર અલી ખાન અને સંજય માંજરેકરનો પેનલમાં સમાવેશ કરાયો છે.

(3:32 pm IST)
  • અમરેલી પંથકના વાતાવરણમાં પલ્ટો ગાજવીજઃ ઝરમર વરસાદ શરૂ... : અમરેલી જીલ્લાના વાતવરણમાં અચાનક પલટોઃ ગાજવીજ સાથે ઝરમર વરસાદ શરૃઃ ખાંભા પંથકમાં કાળા ડિભાંગ વાદળો છવાયાઃ સાબરકાંઠા અને હિંમતનગરમાં પણ વાતાવરણ પલ્ટો access_time 3:54 pm IST

  • આતંકવાદીઓ પાસેથી શ્રીનગર અને અવંતિપુરા એરબેઝનો નકશો મળ્યો :હાઇએલર્ટ :જમ્મુ કાશ્મીરના શ્રીનનગર અને અવંતિપુરા ઍરબેઝનો નકશો આતંકીઓ પાસેથી મળતા હાઇએલર્ટ કરાયું ; સુરક્ષાદળો સતર્કઃ ;સઘન પેટ્રોલિંગ access_time 1:02 am IST

  • રાજકોટમાં સતત બીજા દિવસે ગરમીમાંથી રાહત : ૩૭ ડિગ્રી : ૩૨ કિ.મી.ની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે : ગરમી ઘટવાથી લોકોમાં રાહત access_time 3:46 pm IST