Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

વોર્નર અને રસેલ સામે બોલીંગ કરવી વર્લ્ડકપમાં અઘરી રહેશેઃ ભુવનેશ્વર કુમાર

ભારતના પેસ બોલર ભુવનેશ્વર કુમારે વર્લ્ડ કપ પહેલાં ખાસ નિવેદન આપ્યું છે. ભુવીએ આઈપીએલનાં પ્રદર્શનને લઈને કહ્યું કે વર્લ્ડ કપમાં ડેવિડ વોર્નર અને એન્દ્ર રસેલ ખતરનાક સાબિત થઈ શકે છે.

મીડિયા સાથેના ઈન્ટરવ્યુમાં ભુવનેશ્વર કુમારને જયારે પૂછવામાં આવ્યું કે તેમની નજરમાં કયા બેટ્સમેન સામે બોલિંગ કરવી અઘરી છે. કયો બેટ્સમેન છે ખતરનાક? આ વાતનો જવાબ આપતાં ભુવીએ કહ્યું કે એક, સનરાઈઝર્સનો સાથી ખેલાડી વોર્નર અને બીજો, નાઈટ રાઈડર્સનો બેટ્સમેન રસેલ.

ભવીએ કહ્યું, આઈપીએલની આ સીઝન બન્ને બેટ્સમેનો માટે ખાસ રહી. વોર્નર અને એન્દ્ર રસેલે વિપક્ષી ટીમોના બોલર્સની ધજ્જિયા ઉડાવી દીધી. બન્ને સામે બોલિંગ કરવી દરેક બોલર માટે મુશ્કેલીભરી બની હતી. ઓસ્ટ્રેલિયાના વોર્નર અને વેસ્ટ ઇન્ડીઝના રસેલા સામે બોલિંગ કરવી વર્લ્ડ કપમાં અઘરી રહેશે.

(3:43 pm IST)