Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

ક્રિકેટ ઈતિહાસમાં અનોખો રેકોર્ડ : તમામ ૧૦ બેટ્સમેન એક જ રીતે કિલન બોલ્ડ

અંડર-૧૯ ગર્લ્સ ટીમનો દરેક ખેલાડી શૂન્યમાં આઉટ

કોચી : ૦, ૦, ૦, ૦, ૦, ૦, ૦, ૦, ૦, ૦! આ આંકડાને જોઈ તમે પણ ચોક્કસ હેરાન થઈ જશો, પરંતુ કોચીના કસારાગોડમાં રમાયેલ અંડર-૧૯ ગર્લ્સ ટીમની ૧૦ બેટ્સવુમને આ સ્કોર બનાવ્યો હતો. આ સ્કોર ઇન્ટર-ડિસ્ટ્રિકટ મેચમાં બનાવ્યો જયાં સારાગોડની ટીમનો મુકાબલો વાયનાડની અંડર-૧૯ ટીમ સામે થયો હતો. આ મેચ મલ્હાપુરમના પરિનથલમન્ના સ્ટેડિયમમાં રમાઈ હતી.

એટલું જ નહીં, તમામ ૧૦ બેટ્સમેન એક જ રીતે આઉટ થયા હતા. તમામ કલીન બોલ્ડ થયા હોય એવો ક્રિકેટ ઇતિહાસમાં એક અનોખો રેકોર્ડ બનાવી દીધો હતો. જોકે તમામ બેટ્સવુમન જેમાં નોટ આઉટ બેટર પણ સામેલ હતી, ખાતું. ખોલાવ્યું નહોતું. કસારાગોડની ટીમ બોર્ડ પર ચાર રન ચોક્કસ જોડી શકી જેમાં વાયનાડના બોલર્સનું યોગદાન રહ્યું. ચાર રન મળ્યા એ પણ એકસ્ટ્રાના હતા. વાયનાડની ટીમને જીત માટે ૫ રનની જરૂર હતી જે એક ઓવરમાં મેળવી લીધા અને મુકાબલો ૬ મિનિટમાં ૧૦ વિકેટથી જીતી લીધો હતો.

જયારે કસારાગોડની કેપ્ટન એસ. અક્ષતાએ ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો ત્યારે તેને પણ કદાચ આ રીતનાં પરિણામની કલ્પના નહીં કરી હોય. તેને વિચાર પણ નહીં આવ્યો હોય કે અડધા કલાકમાં મેચ પૂરી થઈ જશે. કસારાગોડની ઓપનિંગ બેટ્સમેન વિક્ષિતા અને એસ. ચિત્રાએ પહેલી બે ઓવર્સ સુધી બેટિંગ કરી, પરંતુ ત્રીજી ઓવરથી સ્થિતિ ખરાબ થવાનું શરૂ થઈ ગયું. વાયનાડની કેપ્ટન નિત્યાએ પોતાની ઓવરમાં બન્ને ઓપનિંગ બેટ્સમેન અને ત્રીજા નંબર પર આવેલ રજિતાને આઉટ કરી હતી. ત્યાર બાદ આગળની બે ઓવરમાં કસારાગોડએ બીજી ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.

(1:28 pm IST)