Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

મધ્યપ્રદેશના મંત્રીની હરકતથી ભડકી ગઈ પ્રીતિ ઝિંટા: વ્યક્ત કર્યો ગુસ્સો:પ્રેસ કોન્ફરન્સમાં પણ ઉઠાવ્યો સવાલ

 

નવી દિલ્હીઃ આઈપીએલ 2018માં કિંગ્લ ઈલેવન પંજાબની કો-ઓનર પ્રીતિ ઝીંટાનો વધુ એક ગુસ્સો ચર્ચામાં છે. પહેલા પોતાની ટીમના મેન્ટર વીરેન્દ્ર સહેવાગ સાથે તેના ઝઘડાની ખબરો ચર્ચામાં હતી તો હવે એક મંત્રી પર તે ગુસ્સે હોવાની બહાર આવી છે પંજાબની ટીમનું હોમ ગ્રાઉન્ડ હવે મોહાલીથી ઈન્દોર શિફ્ટ કરાયું છે અને મેદાન પર મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્લ ઈલેવન પંજાબ વચ્ચે મેચ રમાઈ હતી. રોમાંચક મેચમાં પ્રીતિની ટીમને 3 રનથી હારનો સામનો કરવો પડ્યો.પરંતુ તેને હાર પહેલા ગુસ્સો આવી ગયો હતો.

    મેચ જોવા માટે મધ્ય પ્રદેશ સરકારના નેતા અને શિક્ષા મંત્રી કુંવર વિજય શાહ પરિવાર સહિત ભોપાલથી ઈન્દોર આવ્યા હતા પરંતુ ફ્રેન્ચાઈજીએ તેમને વીવીઆઈપી પાસ આપવાના બદલે ગેલેરીમાં બેસવાના પાસ આપ્યા, જેના પર તેઓ ગુસ્સે થઈ ગયા. બાદ તેમણે સ્ટેડિયમ પાસેના ત્રણ ગેટો પર તાળા મરાવી દીધા. ત્રણેય રસ્તાઓ તે સ્કૂલના મેદાનમાં થઈને પસાર થાય છે, જેના મંત્રી કુંવર વિજય શાહ છે. સાથે મંત્રીએ સ્કૂલના મેદાનમાં પાર્કિંગ કરવા દેવા માટે પણ આદેશ આપી દીધો.

     મેચ પહેલા પ્રીતિ ઝિંટાએ વાતને લઈને ખુબ ગુસ્સે થઈ અને તેણે મીડિયા સામે પ્રેસ કોન્ફરન્સમાં પોતાનો રોષ વ્યક્ત કર્યો મઘ્ય પ્રદેશ સરકારના એક મંત્રીને વીઆઈપી ટિકિટ મળી, જેના પર ગુસ્સે થઈને તેમણે સ્ટેડિયમ પાસેથી પસાર થતા રસ્તાઓ બંધ કરાવી દીધા અને પોતાના વિભાગની જમીન પર પાર્કિંગ માટે પ્રતિબંધ લગાવી દીધો. વાતને કારણે પ્રીતિ ઝીંટાને ખુબ ગુ્સ્સો આવ્યો. તેણે પ્રેસ કોન્ફરન્સમાં મધ્ય પ્રદેશ સરકારના ઓફિસરો અને અધિકારીઓને કામ કરવાની રીત પર સવાલ ઉઠાવ્યા કિંગ્સ ઈલેવન પંજાબના સીઈઓ સતીશ  મેનને જણાવ્યું કે દરેક મેચમાં અધિકારી 60થી 70 લાખ રૂપિયા સુધીની ટિકિટની માગણી કરે છે.

    મેચને લઈને બધા એક-બીજાથી નારાજ છે. ફેન્સ, પ્રશાસન, ફ્રેન્ચાઈજી અને નેતાજી પણ. ફેન્સ એટલા માટે નારાજ છે કારણ કે મોહાલીમાં સૌથી સસ્તી ટિકિટ 500 રૂપિયાની હતી. જ્યારે ઈન્દોરમાં સૌથી સસ્તી ટિકિટની કિંમત 900 રૂપિયા છે. પ્રશાસન એટલા માટે નારાજ છે કારણ કે પ્રીતિ ઝિન્ટાએ પ્રેસ કોન્ફરન્સમાં તેમના પર સવાલ ઉઠાવ્યા. પોલીસ એટલા માટે નારાજ છે કારણ કે ફ્રેન્ચાઈજી ટીમે તેમના માગ્યા મુજબ ટિકિટ આપી તો મંત્રીજી એટલા માટે નારાજ છે કારણ કે તેમને વીઆઈપી ગેલેરીની ટિકિટ મળી. તો સમગ્ર બાબતના કારણે ફ્રેન્ચાઈજી પણ નારાજ છે.

(10:05 pm IST)
  • આઈપીએલમાં ક્રિકેટરોની માફક (ઇન્ડિયન પોલિટિકલ લીગ )ધારાસભ્યોની પણ લીલામી કરાશે ? : કર્ણાટકમાં યેદિયુરપ્પાની તાજપોશી મામલે પૂર્વ નાણામંત્રી યશવંતસિંહાનો કટાક્ષ :રાજ્યપાલના નિર્ણયનો રાષ્ટ્રપતિ ભવન બહાર વિરોધ કરીને યશવંતસિંહએ કહ્યું કે આ ગેરબંધારણીય પગલાંથી લોકતંત્રની હત્યા થઇ છે access_time 1:03 am IST

  • સુરતમાં આરટીઈ માટે બોગસ દાખલા રજૂ કરનાર ૧૫૨૨ વાલીઓ સામે ફરીયાદ કરવા થયા આદેશો access_time 6:09 pm IST

  • કર્ણાટકના કોંગ્રેસના એક ધારાસભ્ય રીસોર્ટમાંથી બહાર નીકળતા રાજકીય ગરમાવો : હોર્સ ટ્રેડીંગથી બચવા કોંગ્રેસે તેના ધારાસભ્યોને ઈગલટન રીસોર્ટમાં રાખ્યા હતા : જયાંથી ધારાસભ્ય રાજશેખર પાટીલ ખરાબ તબિયતનું કારણ આપી બહાર નીકળી જતાં કર્ણાટકના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે access_time 6:10 pm IST