Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

રૈનાની દિકરીની વર્ષગાંઠે ઝીવાએ કર્યો મસ્ત ડાન્સઃ બ્રાવોએ ગીત ગાયુ

આઈપીએલમાં બે વર્ષના ગાળા બાદ પાછી ફરેલી ચેન્નાઈની ટીમ પ્લેઓફમાં પહોંચી ગઈ હોવાથી ટીમ પાર્ટીના મૂડમાં છે. ટીમના મેમ્બર સુરેશ રૈનાની દિકરી ગ્રાસીયાની બીજી વર્ષગાંઠે યોજવામાં આવેલી પાર્ટીમાં કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની દિકરી ઝીવાએ મસ્ત ડાન્સ કર્યો હતો. ચેન્નાઈના ખેલાડીઓ ધોની, રૈના અને હરભજનસિંહ ખાસ મિત્રો છે અને તેઓ પરિવાર સાથે આ પાર્ટીમાં તેનું ફેમસ ગીત 'ચેમ્પિયન' રજૂ કર્યુ હતું અને એ ગીત પર ઝીવાએ ગ્રાસીયા સાથે ડાન્સ કર્યો હતો. આ ડાન્સનો વિડીયો વાયરલ થયો છે. ચેન્નઈની ટીમના ટ્વીટર હેન્ડલ પર પણ આ વિડીયો મૂકવામાં આવ્યો છે અને લખવામાં આવ્યુ છે કે 'ચેમ્પિયન કા ઈસસે પ્યારા વિઝયુઅલ આપને નહિં દેખા હોગા.'

(3:58 pm IST)
  • નરેન્દ્રભાઇની સ્ટાઇલથી યેદિયુરપ્પાની કર્ણાટક વિધાનસભામાં એન્ટ્રી access_time 4:39 pm IST

  • ભાવનગર : બંધ પડેલો ટ્રક આપોઆપ પાછળ ચાલવા લાગતા, ત્યાં ઉભેલી બાળકીનું ટ્રક નીચે આવી જતા મોત : કુંભારવાડાથી મોતી તળાવ રોડ પર બની ઘટના : 10 વર્ષની વનિતાનું સ્થળ પર મોત નીપજતા ગરીબ પરિવારમાં ફેલાયો માતમ access_time 8:46 pm IST

  • પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને રાહત :રાજદ્રોહનો કેસ ચલાવવાની માંગણી કરતી અરજી લાહોર હાઇકોર્ટે ફગાવી :નવાઝે એક ઇન્ટરવ્યૂમાં મુંબઈ હુમલામાં પાકિસ્તાની આતંકીઓનો હાથ હોવાનું કહેતા તેના વિરુદ્ધ રાજદ્રોહનો કેસ કરવા અરજી કરાઈ હતી :નવાઝ વિરુદ્ધ આ અરજી પાકિસ્તાન ઝિંદાબાદના મુખ્યા અને વકીલ આફતાબ વિર્કે કરી હતી :લાહોર હાઇકોર્ટે કહ્યું કે અરજીકર્તાએ ઉચિત ફોરમ પાસે જવું જોઈએ access_time 1:08 am IST