Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

એ.આર. રહમાને 'લગાન' ફિલ્મનું 'ચલે ચલો' સોન્ગ ધોનીને કર્યું ડેડિકેટ

ઓસ્કર અવોર્ડ વિજેતા સંગીતકાર એ. આરે.  રહમાને પોતાની ફિલ્મ 'લગાન'નાં ફેમસ  સોન્ગ 'ચલે ચલો' ચેન્નઈ સુપર કિંગ્સના  કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ડેડિકેટ કર્યું છે.  આ ઉપરાંત રહમાને ફિલ્મ 'રંગીલા'નું ગીત 'મંગતા હૈ કયા' ચેન્નઈના ઓલરાઉન્ડર  સુરેશ રૈનાને સમર્પિત કર્યું છે.

આ સંદર્ભે રહમાને કહ્યું કે 'હું 'લગાન' ફિલ્મનું ગીત 'ચલે ચલો' ચેન્નઈ સુપર કિંગ્સના સ્ટાર મહેન્દ્ર સિંહ ધોનીને સમર્પિત કરું છું, કેમ કે તે દરેકને સાથે રમવા માટે પ્રેરિત કરે છે અને સુરેશ રૈના માટે હું 'મંગતા હે કયા' ગીત ડેડિકેટ કરવા માગું છું, કેમ કે જયારે હું બેન્ગલોર જાઉં છું ત્યારે તેઓ મોટા ભાગે 'રંગીલા'નાં જ ગીત સાંભળતા હોય છે.

(3:55 pm IST)