Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

પહેલી વાર વર્લ્ડકપમાં રમીશ, આ જ લય જાળવી રાખવો પડશે

હાર્દિક પંડ્યાએ કહ્યું હતું કે 'તમારામાં આત્મવિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી છે. વર્લ્ડ કપ ખૂબ જ મોટી ટુર્નામેન્ટ છે અને હું પહેલી જ વાર રમવાનો છું. મારા માટે મહત્વનું છે કે હું ફટકાબાજીનો આ જ લય જાળવી રાખું. થોડો સમય ક્રિકેટથી દૂર રહ્યો હોવાથી કમબેક વખતે ફરી લય મેળવી લેવો ખૂબ જ જરૂરી હતો.'

હાર્દિકને લાગે છે કે ૨૦૧૭માં ઇગ્લેન્ડમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી જેવું જ વાતાવરણ હશે તો ભારત એક પ્રબલ દાવેદાર બની રહેશે. વિવાદ બાદના કપરા સમયને યાદ કરતાં હાર્દિક છેલ્લે કહ્યું હતું કે 'દરેકને કયારેક ને કયારેક ઝટકો લાગતો જ હોય છે. મને એના કારણે શરીર અને મન મજબૂત કરવાનો સમય મળી ગયો. એનો જ અત્યારે ફાયદો મળી રહ્યો છે.'

(4:00 pm IST)