Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

એશિયન ગેમ્સમાં પણ ભારતીય બોક્સરોનો દબદબો રહશે: કોચ એસ.આર.સિંહ

નવી દિલ્હી: ગોલ્ડકોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય બોક્સરોનુ પ્રદર્શન શાનદાર રહ્યુ હતું. કોમનવેલ્થમાં ભારતીય બોક્સરોએ ત્રણ ગોલ્ડ સહિત કુલ મેડલ જીત્યા હતા. ગૌરવ સોલંકી, વિકાસ કૃષ્ણ અને મેરીકોમને ગોલ્ડ મેડલ મળ્યો હતો. જ્યારે સતીષકુમાર, અમિત અને મનીષ કૌશિકને સિલ્વર મેડલ મળ્યો. ત્યારે બોક્સિંગના જાણકારોએ ભારતના પ્રદર્શનની પ્રશંસા કરી છે. 
ભારતીય બોક્સિંગ ટીમના કોચ એસઆરસિંહ બોક્સરોના પ્રદર્શનથી ખૂબ ખુશ છે. તેમણે જણાવ્યુ હતું કે પ્રદર્શનનો ફાયદો ભારતીય બોક્સરોને એશિયન ગેમ્સમાં મળશે. સિંહે જણાવ્યુ હતું કે વખતે બોક્સિંગ ટીમમાં યુવા અને અનુભવીઓનુ અભૂતપૂર્વ મિશ્રણ હતુ. વિકાસ કૃષ્ણ, ગૌરવ સોલંકી, મનોજકુમાર, મનીષ કૌશિક, નમન તંવર જેવા બોક્સરોએ અપેક્ષા મુજબ પ્રદર્શન કર્યુ છે. 
કોચનુ માનવુ છે કે, જો નમનને બ્રોન્ઝ મેડલ આઉટ દરમિયાન વોર્િંનગ મળી હોત તો તે પોતાની કેટેગરીમાં ગોલ્ડ મેડલનો સૌથી મોટો દાવેદાર હતો. ભારતમાં અત્યારે બોક્સિંગમાં દરેક કેટેગરીમાં કાંટાની ટક્કર છે, જેનાથી બોક્સિંગનુ સ્તર સુધરી રહ્યુ છે. એશિયન ગેમ્સમાં ક્વોલીફાય માટે દરેક બોક્સરોએ આકરી મહેનત કરવી પડશે. જોકે, વખતે એશિયન ગેમ્સમાં ભારતીય બોક્સરોનો દબદબો રહેશે તે નક્કી છે. કોચે મેરીકોમના પ્રદર્શનની પણ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે મેરીકોમ ઈતિહાસ રચવા માટે સર્જાઈ છે, તે આગળ પણ રીતે રમતી રહેશે

(4:49 pm IST)