Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

સચિન મારા આદર્શઃ વિલિયમ્સન

દ્રવિડ અને લક્ષ્મણ જેવા ખેલાડીઓ ક્રિકેટ વિશે વાત કરવા હંમેશા તત્પર રહેતા : મહાન ખેલાડીઓ સાથે રમવાની મને તક મળી

ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમના કેપ્ટન કેન વિલિયમસને કહ્યુ હતું કે સચિન તેન્ડુલકરને હું મારો આદર્શ ગણુ છું. ઘણા ભારતીય ક્રિકેટરો મારા ફેવરીટ રહ્યા છે. સચિન હું ન્યુઝીલેન્ડ માટે મારી પહેલી મેચ રમતી વખતે મળ્યો હતો. અમે એકબીજાની વિરૂદ્ધ રમી રહ્યા હતા. હું તેને સતત જોતો હતો કે તે શું કરી રહ્યો છે. આ એક બહુ જ સારો અનુભવ હતો. તે આ રમતનો મહાન ખેલાડી છે. દ્રવિડ અને લક્ષ્મણ જેવા ખેલાડીઓ ક્રિકેટ વિશે વાત કરવા માટે હંમેશા તૈયાર રહેતા. હું ત્યારે ૧૯-૨૦ વર્ષનો હતો અને મને મહાન ખેલાડીઓ સાથે રમવાનો અને તેમના વિશે જાણવાની તક મળી. વિલિયમ્સન અત્યારે આઈપીએલમાં હૈદ્રાબાદની ટીમની કેપ્ટન્સી કરી રહ્યો છે.(૩૭.૫)

(2:17 pm IST)
  • કબરમાંથી સદ્દામનો મૃતદેહ ગાયબ : ઇરાકના પૂર્વ સતાધીશ સદ્દામ હુસૈનને અલ-અજવા ગામમાં દફનાવ્યા હતા : આજે ત્યાં કોઇ અવશેષ નથી : ૩૦ ડિસે. ર૦૦૬ના દિને દફત થયુ હતું : ઉલ્લેખનીય છે કે, શિયા સમુદાય અહીં સદ્દામનું સ્થાનક બને તેમ ઇચ્છતો ન હતો : ઝીન્યુઝીનો અહેવાલ access_time 11:22 am IST

  • ''રૃકાવટકે લિયે ખેદ'': માઇક્રો બ્લોગીંગ સાઇટ ''ટિવટર'' દુનિયાભરમાં ઠબ્બઃ ટેકનીકલ ખામીને કારણે સાંજે ૭ વાગ્યે ઠબ્બ થઇ ગયેલુ ટિવટર એક કલાક પછી ફરી ચાલુ access_time 8:56 pm IST

  • કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે ત્રણ દિવસની મુલાકાત માટે પોતાના સંસદીય વિસ્તાર અમેઠી પહોંચ્યા હતાં. રાહુલ ગાંધી અમેઠીના એક સ્કૂલના કાર્યક્રમમાં સંબોધન માટે પહોંચ્યા હતાં.રાહુલ ગાંધીને એક વિદ્યાર્થિનીએ પૂછ્યું કે દેશમાં જે નિયમ બને છે તેને ગ્રામીણ વિસ્તારોમાં સાચી રીતે શા માટે લાગુ પાડવામાં આવતાં નથી. જેના જવાબમાં રાહુલે તરત જ કહ્યું કે,’એ તમે મોદીજીને પૂછો. સરકાર મોદીજી ચલાવે છે. અમારી સરકાર નથી. જ્યારે અમારી સરકાર હશે ત્યારે અમે જવાબ આપીશું.’ access_time 3:59 am IST