Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

ગલી ક્રિકેટ રમ્યો સચિન

મુંબઈની ઓળખ ગણાતી ગલી ક્રિકેટ રમવાનો મોહ સચિન તેન્ડુલકર પણ છોડી નહોતો શકયો. વિલે પાર્લે નજીક મોડી રાતે કેટલાક યુવાનોને ક્રિકેટ રમતા જોઈને સચિન પણ ત્યાં ઉભો રહ્યો હતો. સચિને આ યુવાનો સાથે વાત કર્યા બાદ ટેનીસ બોલ સામે રસ્તાની વચ્ચે જ બેટીંગ કરી હતી. અત્યારે શહેરમાં તમામ સ્થળોએ મેટ્રોનું કામ ચાલી રહ્યુ છે તો ત્યાં લગાવેલી લોખંડના પતરાની દિવાલ નજીક કેટલાક યુવાનો ક્રિકેટ રમતા હતા. સચિને તેમની સાથે ક્રિકેટ રમતા - રમતા તમે કયાં કામ કરો છો એવા પ્રશ્નો પણ પૂછતા તમામે હોટેલમાં કામ કરતા હોવાનો જવાબ આપ્યો હતો. સચિનનો આ ગલી ક્રિકેટનો વિડીયો પણ સોશિયલ મીડીયામાં ઘણો વાઈરલ થયો છે. સચિન અત્યારે આઈપીએલમાં મુંબઈની ટીમનો આઈકન ખેલાડી છે.(૩૭.૭)

(4:47 pm IST)
  • ઉત્તરાખંડના ઉત્તરકાશી, ચમોલી, પિથૌરગઢ, રૂદ્રપ્રયાગ,નૈનિતાલ, અલ્મોડા સહિતના જિલ્લાઓમાં ૨૪ કલાકમાં વરસશે વરસાદઃ અન્ય જગ્યાએ વાતાવરણ રહેશે સામાન્યઃ ગઇકાલે દેહરાદૂન અને નજીકના કેટલાક વિસ્તારોમાં છાંટા પડયા'તા access_time 3:47 pm IST

  • મહેબુબા મુફ્તી સરકારમાંથી ભાજપના તમામ મંત્રીઓએ રાજીનામાં આપ્યા :ભાજપ મોટાપાયે પુન :રચના કરવા જઈ રહયું છે :ભાજપે કહ્યું કે સરકાર ઉપર કોઈ ખતરો નથી :કેબિનેટમાં ફેરફાર થઇ રહ્યાં છે access_time 10:53 pm IST

  • પ્રમોશન -બઢતીમાં દલિત/એસટી ક્વોટમાં માટે સરકાર સુપ્રીમ કોર્ટમાં જશે તેમ એક કેન્દ્રીય પ્રધાને કહ્યું છે access_time 10:50 pm IST