Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

આઈપીએલ : પોઈન્ટ ટેબલ

દિલ્હી ડેરડેવિલ્સની હારનો સિલસિલો જારી

         મુંબઇ, તા.૧૭ : ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૧માં રોમાંચક મેચોનો દોર જારી રહ્યો છે. હવે આવતીકાલે આઇપીએલની ૧૫મી મેચ રમાશે. આ મેચ જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાનાર છે. મેચમાં રાજસ્થાન રોયલ્સની ટીમ ઘરઆંગણે જોરદાર દેખાવ કરવા માટે તૈયાર છે. જ્યારે દિનેશ કાર્તિકના નેતૃત્વમાં કોલકત્તા નાઇઠ રાઇડર્સ પર હવે ફોર્મ ધરાવે છે. આ મેચનુ પ્રસારણ રાત્ર આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે. પોઇન્ટ ટેબલની વાત કરવામાં આવે તો કોલકત્તા નાઇટ રાઇડર્સ ટીમ બીજા સ્થાને પહોંચી ગઇ છે. આ ટીમે ચાર મેચો પૈકી બેમાં હાર અને બેમાં જીતમેળવી હતી. રહાણેના નેતૃત્વમાં રાજસ્થાનની ટીમમાં પણ કેટલાક મજબુત ખેલાડી રહેલા છે.  અત્રે નોંધનીય છે કે, ગયા શનિવારના દિવસે ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ ટૂર્નામેન્ટની શરૂઆત થઇ હતી.  કુલ ૬૦ ટ્વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. ખાસ કરીને ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની સુવર્ણ તક છે. પોઇન્ટ ટેબલ નીચે મુજબ છે.

ટીમ

મેચ

જીત

હાર

પોઈન્ટ

રનરેટ

સનરાઈઝ હૈદરાબાદ

૦.૭૭૨

કોલકાતા નાઇટ રાઇડર્સ

૦.૬૬૩

કિંગ્સ ઇલેવન પંજાબ

૦.૧૧૬

ચેન્નાઈ સુપર કિંગ્સ

૦.૧૦૩

રાજસ્થાન રોયલ્સ

-૨.૨૪૭

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

-૦.૩૭૩

દિલ્હી ડેરડેવિલ્સ

-૧.૩૯૯

મુંબઇ ઇન્ડિયન્સ

-૦.૧૭૪

(12:18 pm IST)
  • સલમાનની અરજી જોધપુરની સેશન્સ કોર્ટે કરી મંજૂર : 17 દિવસ માટે જઇ શકશે વિદેશ access_time 4:18 pm IST

  • કેજરીવાલ ફરી ફસાયા : ''ઠોલા'' શબ્દમાં કેજરીવાલ ફસાયા : હાઇકોર્ટે કહ્યું, દરેકની માફી માંગો છો તો પોલીસની ક્ષમા પણ માંગી લો : ર૯મી મે એ વધારે સુનાવણી access_time 12:50 pm IST

  • દેશનો બેકારી આંક એપ્રિલમાં 6,75 ટકા જેવો સર્વોચ્ચ સપાટીએ પહોંચશે access_time 10:50 pm IST