News of Monday, 16th April 2018

કિંગ્‍સ ઇલેવન પંજાબની ટીમ વિજેતા થતા પ્રીતી જીન્‍ટાએ ટીમ ફલેગ અને યુવરાજસિંહ સાથે મેદાનમાં ચક્કર લગાવ્‍યું

નવી દિલ્‍હીઃ આઇપીએલ ક્રિકેટ મેચનો જંગ બરાબરનો જામ્‍યો છે. ત્‍યારે ગઇકાલે કિંગ્‍સ ઇલેવન પંજાબની ટીમ વિજેતા થતા ‌પ્રીતી જીન્‍ટા સહિતનાએ ક્રિકેટ ગ્રાઉન્‍ડમાં રાઉન્‍ડ લગાવીને ક્રિકેટ રસીકોનો આભાર માનીને ઉત્‍સાહ વધાર્યો હતો. છેલ્લી ઓવરમાં જીત માટે ચેન્નાઈ સુપરકિંગ્સને 17 રનોની જરુર હતી, ધોની જે રીતે બેટિંગ કરી રહ્યો હતો તે જોઈને કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ અને માલિક પ્રીતિ ઝીન્ટા ટેન્શનમાં આવી ગયા હતા. પણ આખરે ચેન્નાઈ સામે પંજાબનો 4 રને વિજય થયો. આખી મેચ દરમિયાન પ્રીતિ ટીમનો ઉત્સાહ વધારી રહી હતી અને જીત પછી તેને ખુશીની ઉજવણી પણ કરી.

ખુશીથી ઝૂમી ઉઠેલી પ્રીતિ ઝિન્ટા ગ્રાઉન્ડ પર પહોંચી ગઈ અને પોતાની ટીમના ખેલાડીઓ સાથે સેલિબ્રિશન કર્યું.

કિંગ્સ ઈલેવન પંજાબની માલિક પ્રીતિ ઝિન્ટા પોતાની ટીમની જીત પછી ઘણી ઉત્સાહિત જોવા મળે છે. ચેન્નાઈ સામે રોમાંચક 4 રનની જીત પછી પ્રીતિ ખુશીથી ઝુમવા લાગી.

મેચ જીત્યા પછી KXIPની ઓનર પ્રીતિ ઝિન્ટાએ ટીમ ફ્લેગ સાથે યુવરાજ સિંહ સાથે મેદાનનું ચક્કર લગાવ્યું. મોહાલી યુવરાજનું હોમ ગ્રાઉન્ડ છે અને ફેન્સ જીત પછી ઘણા ઉત્સાહિત હતા.

યુવરાજ સિંહ પહેલા પંજાબની ટીમમાંથી રમતો હતો અને તેની પ્રીતિ ઝિન્ટા સાથે સારી ફ્રેન્ડશીપ છે. મેચ પછી પ્રીતિ અને યુવરાજનું સારું બોન્ડિંગ જોવા મળ્યું.

IPL 11માં પોતાની પહેલી મેચ રમી રહેલા ક્રિસ ગેલે તોફાની બેટિંગ કરી જેના કારણે પંજાબ જીતી શક્યું. ગેલ પોતાનેયુનિવર્સ બોસકહે છે અને પ્રીતિએ શાનદાર બેટિંગ બદલ ગેલને શુભેચ્છાઓ પાઠવી.

IPL 11 ની પહેલી મેચમાં સૌથી ઝડપી 50 લગાવનારા લોકેશ રાહુલે ચેન્નાઈની ટીમ સામે જબરજસ્ત પરફોર્મન્સ બતાવ્યું જેના માટે માલિક પ્રીતિ ઝિન્ટાએ શુભેચ્છા પાઠવી હતી.

(7:39 pm IST)
  • કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે ત્રણ દિવસની મુલાકાત માટે પોતાના સંસદીય વિસ્તાર અમેઠી પહોંચ્યા હતાં. રાહુલ ગાંધી અમેઠીના એક સ્કૂલના કાર્યક્રમમાં સંબોધન માટે પહોંચ્યા હતાં.રાહુલ ગાંધીને એક વિદ્યાર્થિનીએ પૂછ્યું કે દેશમાં જે નિયમ બને છે તેને ગ્રામીણ વિસ્તારોમાં સાચી રીતે શા માટે લાગુ પાડવામાં આવતાં નથી. જેના જવાબમાં રાહુલે તરત જ કહ્યું કે,’એ તમે મોદીજીને પૂછો. સરકાર મોદીજી ચલાવે છે. અમારી સરકાર નથી. જ્યારે અમારી સરકાર હશે ત્યારે અમે જવાબ આપીશું.’ access_time 3:59 am IST

  • મધ્યપ્રદેશમાં જાનૈયાને લઇ જતો મીની ટ્રક સોનનદીમાં 100 ફૂટ ઊંડે ખાબકતા 20ના મોત ;30 ઘાયલ :સીધી જિલ્લામાં દુર્ઘટના:સોનનદીના પુલનું ડિવાઈડર તોડીને ટ્રક ખાબક્યો :જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા :રાહત-બચાવકાર્ય શરૂ :મીની ટ્રક જિલ્લાના બાહરી થાણા ક્ષેત્ર અમેલિયા નજીક પુલ પરથી 100 ફૂટ ઊંડે પડ્યો :ગેસ કટરથી કાપીને ફસાયેલ લોકોને બહાર કાઢયા access_time 1:42 am IST

  • કબરમાંથી સદ્દામનો મૃતદેહ ગાયબ : ઇરાકના પૂર્વ સતાધીશ સદ્દામ હુસૈનને અલ-અજવા ગામમાં દફનાવ્યા હતા : આજે ત્યાં કોઇ અવશેષ નથી : ૩૦ ડિસે. ર૦૦૬ના દિને દફત થયુ હતું : ઉલ્લેખનીય છે કે, શિયા સમુદાય અહીં સદ્દામનું સ્થાનક બને તેમ ઇચ્છતો ન હતો : ઝીન્યુઝીનો અહેવાલ access_time 11:22 am IST