Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

કપિલ દેવે કર્યો અમિતાભ બચ્ચન સામે ખુલાસો: તેમની ફિલ્મો જોવા માટે સ્કૂલમાં મારી છે ગુલ્લી

નવી દિલ્હી: ક્રિકેટની દુનિયાનું મહાન નામ એટલે કપિલદેવ.તાજેતરમાં બોલીવુડના શાહેનશાહ અમિતાભ બચ્ચન સાથેની વાતમાં ખુલાસો કરતા કહ્યું કે સ્કૂલમાં અમિતાભની ફિલ્મો જોવા માટે કપિલ દેવે ગુલ્લી મારી છે, પહેલાથી અમિતાભજીના કપિલ દેવ ફેન છે. બન્ને મહાન સેલેબ્રીટી આઇપીએલ 2018ના સ્પેશિયલ સેગમેન્ટમાં ભેગા થયા હતા જેમાં અમિતાભ બચ્ચન પોતાની આગામી ફીલ '102 નોટ આઉટ'નો પ્રોમોશન કરવા માટે આવ્યા હતા. ફિલ્મના તાજેતરમાં ટ્રેલર અને ગીતો રિલીઝ થયા છે. આઈપીએલના સ્પેશિયલ સેગ્મેટમાં અમિતાભ બચ્ચનનું કપિલ દેવે ઈન્ટર્વ્યૂહ લીધું હતું. જેમાં બન્ને એક બીજાની કંપની ઇન્જોય કરી હતી.

(5:00 pm IST)
  • CNG ગેસના ભાવમાં વધારોપ્રતિ કિલો .2.15નો થયો વધારો :ઘરેલુ PNGના ભાવમાં રૂ.1.10નો વધારો: 18 એપ્રિલમધરાતથી થશે નવો ભાવ લાગુ: GSPCએ જાહેર કર્યો નિર્ણય: અદાણી ગેસ આવતીકાલે લેશે નિર્ણય access_time 1:29 am IST

  • કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે ત્રણ દિવસની મુલાકાત માટે પોતાના સંસદીય વિસ્તાર અમેઠી પહોંચ્યા હતાં. રાહુલ ગાંધી અમેઠીના એક સ્કૂલના કાર્યક્રમમાં સંબોધન માટે પહોંચ્યા હતાં.રાહુલ ગાંધીને એક વિદ્યાર્થિનીએ પૂછ્યું કે દેશમાં જે નિયમ બને છે તેને ગ્રામીણ વિસ્તારોમાં સાચી રીતે શા માટે લાગુ પાડવામાં આવતાં નથી. જેના જવાબમાં રાહુલે તરત જ કહ્યું કે,’એ તમે મોદીજીને પૂછો. સરકાર મોદીજી ચલાવે છે. અમારી સરકાર નથી. જ્યારે અમારી સરકાર હશે ત્યારે અમે જવાબ આપીશું.’ access_time 3:59 am IST

  • કેજરીવાલ ફરી ફસાયા : ''ઠોલા'' શબ્દમાં કેજરીવાલ ફસાયા : હાઇકોર્ટે કહ્યું, દરેકની માફી માંગો છો તો પોલીસની ક્ષમા પણ માંગી લો : ર૯મી મે એ વધારે સુનાવણી access_time 12:50 pm IST