Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

કિંગ્સ ઈલેવનપંજાબને ચાર વિકેટે હરાવી રોયલ ચેલેન્જર્સબેંગ્લોરે સીઝનની પ્રથમ જીત મેળવી

બોલર ઉમેશ યાદવ અને બેટ્સમેન એબી ડી વિલિયર્સનું મોટું યોગદાન

 

આઈપીએલના 11 માં સીઝનની ચેન્નાઈસ્વામી સ્ટેડીયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ કિંગ્સ ઈલેવન પંજાબ સામેની રોમાંચક મેચમાં સીઝનની પ્રથમ જીત મેળવી લીધી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગલોરે કિંગ્સ ઈલેવન પંજાબને ચાર વિકેટથી હરાવ્યું હતું. બેંગ્લોરની જીતમાં બોલર ઉમેશ યાદવ અને બેટ્સમેન એબી ડી વિલિયર્સનું મોટું યોગદાન રહ્યું હતું. એબી ડી વિલિયર્સે કુલ ૫૭ રનનું યોગદાન આપ્યું હતું.ઉમેશ યાદવે એક ઓવરમાં પંજાબની વિકેટ લઈને પંજાબની રનગતિ પર રોક લગાવી દીધી હતી બેંગ્લોર તરફથી ઉમેશ યાદવે , સુંદર, વોક્સ અને જ્યવંતે - જયારે ચહલને એક વિકેટ મળી હતી.

  મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પંજાબે પ્રથમ બેટિંગ કરતા પોતાની બધી વિકેટ ગુમાવી કુલ ૧૫૫ રનનો સ્કોર બનાવ્યો હતો.પંજાબના ૧૫૬ રનના ટાર્ગેટના જવાબમાં બેંગ્લોર બેટિંગ માટે ઉતરી અને પ્રથમ ઓવરમાં તેમને બ્રેન્ડન મેક્કુલમના રૂપમાં મોટો જટકો લાગ્યો હતો. તેમને અક્ષર પટેલે ઇનિંગની પ્રથમ ઓવરમાં આઉટ કરી દીધા હતા. ત્યાર બાદ ડી કોકનો સાથ આપવા કેપ્ટન વિરાટ કોહલી આવ્યા હતા. પરંતુ કેપ્ટન વિરાટ કોહલી વખતે પણ છેલ્લી મેચ જેમ અસફળ રહ્યા હતા. તેમને યુવા અફઘાનિસ્તાનના મુજીબે ઇનિંગની પાંચમી ઓવરમાં ૩૩ ના સ્કોર પર આઉટ કરી દીધા હતા. સતત અંતરાલ પર બેંગ્લોરની વિકેટ પડતી રહી હતી. બેંગલોરે અંતિમ ઓવરની ત્રીજી બોલ પર ચોગ્ગો ફટકારી જીત મેળવી હતી.

(1:11 am IST)