Gujarati News

Gujarati News

News of Tuesday, 17th March 2020

પાકિસ્તાન સુપર લીગ અધ્ધ વચ્ચેથી છોડીને ઘરભેગો ક્રિસ લીન

નવી દિલ્હી : પાકિસ્તાન સુપર લીગને અડધેથી છોડીને ક્રિસ લીન તેના ઘરે ઓસ્ટ્રેલિયા જતો રહ્યો છે. ક્રિસ લીને એકલા હાથે તેની ટીમ લાહોર કલંદર્સને મુલતાન સુલતાન્સ સામે ૯ વિકેટે જીત અપાવી હતી. તેણે ૫૫ બોલમાં ૧૧૩ રન કર્યા હતા.

ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી ક્રિસ લીને લખ્યુ હતું કે પાકિસ્તાન સુપર લીગમાં મારા સમયને મેં ખૂબ એન્જોય કર્યો છે, પરંતુ સંજોગોને ધ્યાનમાં રાખીને મેં ઘરે જવાનું પ્લાનીંગ કર્યુ છે. હું હંમેશા કહેતો આવ્યો છું કે ક્રિકેટ કરતાં પણ લાઈફમાં ઘણું બધુ છે અને આ એવો જ એક સમય છે. મને વિશ્વાસ છે કે લાહોર કલંદર્સ ફાઈનલ સુધી પહોંચશે, પરંતુ હું તેમને આ ટુર્નામેન્ટને એન્જોય કરવાની સલાહ આપુ છું. હું દરેકનો આભાર માનું છું. પાકિસ્તાનમાં રમવાની મને મજા આવી હતી.

(3:29 pm IST)