Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

નેપાળની ટીમને વનડે દરજ્જો મળ્યાની ધોનીએ આપી શુભેચ્છા

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટાન મહેન્દ્ર સિંહ ધોનીએ નેપાળ ક્રિકેટ ટીમને વનડેનો દરજ્જો મળ્યાની શુભેચ્છા પાઠવી છે. થોડા દિવસ પહેલા નેપાળ ફરવા ગયાએ ધોનીએ ત્યાંના ક્રિકેટરોની મુલાકાત લીધી હતી. ત્યારે ત્યાંના ક્રિકેટરોને અમુક ટ્રીક આપી હતી. નેપાળે ગુરુવારે પાપુઆ ગિનીને હરાવીને વનડે દરજ્જો મેળવ્યો છે.

ધોનીએ કહ્યું કે ઘણી બધી ટીમોમાં કટિબદ્ધતા સાથે શરૂઆત કરે છે પણ બ્રેચ સ્ટ્રેન્થ ન હોવાના લીધે તેમને પરાજયનો સામનો કરવો પડતો હોય છે. તેનું જીવતું જાગતું ઉદાહરણ સંયુક્ત અરબ અમીરાત ની ટીમ છે. એક સમયે આ ટીમ સારું રમી રહી હતી હવે તેમાં બ્રેનચ સ્ટ્રેન્થ જોવા નથી મળતી જયારે બીજી તરફ અફઘાનિસ્તાનની ટીમ અત્યારના સમયે સારું પ્રદર્શન કરી રહી છે.

(5:57 pm IST)