Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

ફેડરર કારકિર્દીના ૯૮મોં ખિતાબ જીતવાની નજીકઃ વિનસ પણ ફાઈનલમાં

ઈન્ડિયન્સ વેલ્સ : ગત ચેમ્પિયન સ્વિસ સ્ટાર રોઝર ફેડરર અને અમેરીકાની અનુભવી મહિલા ખેલાડી વિનસ વિલિયમ્સ ઈન્ડિયન વેલ્સ માસ્ટર્સ ટેનિસ ટુર્નામેન્ટના સેમી ફાઈનલમાં પહોંચી ગયા છે.

ફેડરરે કવાર્ટરમાં દ. કોરીયાના ચુંગ હયોંગને ૭-૫ અને ૬-૧થી હાર આપી હતી. સેમી ફાઈનલમાં તેની ટક્કર ક્રોએશીયાના ખેલાડી બોર્ના કોરીચ સામે થશે. તેણે સાતમા ક્રમના ખેલાડી એન્ડરસનને ૨-૬, ૬-૪ અને ૭-૬થી હાર આપી હતી. ફેડરરે આ સાથે આ વર્ષે સતત ૧૬મી જીત મેળવી છે. તેની નજર હવે કારકિર્દીના ૯૮મો ખિતાબ જીતવા પર છે. જયારે વિનસે સ્પેનની કાર્લા સુઆરેજને ૬-૩ અને ૬-૨થી હાર આપી હતી. વિનસ અહીં ૨૦૦૧ બાદ પહેલીવાર સેમીમાં પહોંચી છે.(૩૭.૭)

 

(3:57 pm IST)