Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

ફાઇનલ મેચની સાથે સાથે

બંને ઇલેવનમાં ફેરફાર થવાની સંભાવના

        કોલંબો,તા.૧૭ :  જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આવતીકાલે રવિવારના દિવસે ત્રિકોણીય ટ્વેન્ટી-૨૦ શ્રેણીની ફાઇનલ મેચ રમાનાર છે. આ મેચ ખુબ જ રોમાંચક બને તેવી શક્યતા છે. બાંગ્લાદેશે મહત્વપૂર્ણ મેચમાં યજમાન શ્રીલંકા પર બે વિકેટે જીત મેળવી લીધા બાદ તમામની ઉત્સુકતા વધી ગઇ છે. ફાઇટ ટુ ફિનિશ મેચમાં જીત મેળવી બન્ને ટીમો હવે ઇતિહાસ રચવા માટે તૈયાર છે. શરૂઆતી તબક્કામાં રમાયેલી બન્ને મેચોમાં ભારતે બાંગ્લાદેશ પર જીત મેળવી છે. જેથી તે હોટફેવરીટ સાથે મેદાનમાં ઉતરનાર છે. ફાઇનલ જંગની સાથે સાથે નીચે મુજબ છે.

*    પ્રથમ મેચમાં શ્રીલંકા સામે હાર થયા બાદ ટીમ ઇન્ડિયાએ પોતાની તમામ મેચો આ શ્રેણીમાં જીતીને પોતાની કુશળતા સાબિત કરી છે

*    વાઇસ કેપ્ટન તરીકે રમતા શિખર ધવને જોરદાર દેખાવ કર્યો છે

*    રોહિત શર્મા, સુરેશ રૈના અને અન્ય સ્ટાર ખેલાડીઓના દેખાવ પર તમામની નજર રહેશે

*    બાંગ્લાદેશની ટીમે પોતાની કુશળતાની સાબિતી આપી હોવાથી ભારતને મેચ ખુબ ગંભીરતાથી લેવાની જરૂર પડશે

*    કોલંબોના પ્રેમદાસા મેદાનની આસપાસ અને ખેલાડીઓની હોટેલની આસપાસ મજબુત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે

*    આ મેચમાં સુરેશ રૈના, દિનેશ કાર્તિક અને અન્યો પાસે પણ સારા દેખાવની આશા રાખવામાં આવી રહી છે

*    યજમાન શ્રીલંકાની ટીમ ફેંકાઇ ગઇ હોવા છતાં ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સુકતા પ્રવર્તી રહી છે

*    બાંગ્લાદેશ અને ભારત બન્ને ટીમો મેચ જીતી ઇતિહાસ સર્જવા માટે પ્રયાસ કરશે

*    ટોસ મેચમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે તેવી પણ શક્યતા. કારણકે ટોસ જીતનાર ટીમ પહેલા બેટિંગ કરવાનુ પસંદ કરશે

*    કોહલી, ધોની, ભુવનેશ્વર અને અન્ય ખેલાડીઓની ગેરહાજરીમાં કપ જીતવાની ભારતને સુવર્ણ તક રહેલી છે

(12:18 pm IST)
  • બ્રિટનમાં રશિયાના પૂર્વ જાસૂસ અને તેમની પુત્રી પર જીવલેણ હુમલા મુદ્દે બંને રાષ્ટ્રો વચ્ચે વિવાદ વકરી રહ્યો છે. વળતાં પગલાં લેતાં રશિયા તંત્રે રશિયામાં બ્રિટનના રાજદૂત લૌરી બ્રિસ્ટોને રશિયાના વિદેશ મંત્રાલયમાં બોલાવવામાં આવ્યા હતા અને બ્રિટનનાં 23 રાજદૂતોને દેશમાંથી નીકળી જવા જણાવ્યું છે. રશિયાના વિદેશ મંત્રાલયના કહેવા પ્રમાણે, બ્રિટનની ઍમ્બેસીના સ્ટાફને એક અઠવાડિયામાં નીકળી જવા માટે કહેવામાં આવ્યું છે. આ પછી હવે વૈશ્વિક રાજકારણમાં ફરી 'કોલ્ડ વોર'નો ભઈ મંડરાવા લાગ્યો હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે. access_time 5:36 pm IST

  • હૈદરાબાદમાં નેરેદ્મેતમાં રહેતા અને ITIમાં અભ્યાસ કરતા 20 વર્ષીય વિદ્યાર્થીએ અજમેર સાગરે વોટ્સએપ પર પોતાની આત્મહત્યાનું લાઇવ સ્ટ્રીમ કર્યું હતું. વિડિયોમાં એક છોકરી જોઇ શકાય છે જેણે તેને આત્મહત્યા નહીં કરવા માટે વિનંતી કરી હતી. અજમેર સાગરના માતા-પિતાને તેની ગર્લફ્રેન્ડ સાથેના સંબંધો મંજુર નહીં હોવાથી તે ડિપ્રેશનમાં હતો. આ કારણે તેણે અંતિમ પગલું ભર્યું હતું access_time 10:20 am IST

  • અફધાનીસ્તાનના કાબુલમાં બ્લાસ્ટઃ ૨ લોકોના મોત access_time 2:20 pm IST