Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

ભારત-બાંગ્લાદેશ વચ્ચે ફાઇટ ટુ ફિનિશ ટ્વેન્ટી જંગનો તખ્તો તૈયાર

રવિવારના દિવસે ફાઇનલ મેચ હોવાથી જોરદાર ઉત્સાહ : શ્રીલંકાની સામે જીત મેળવી લીધા બાદ લડાયક બાંગ્લાદેશ ભારતની વિરુદ્ધ જોરદાર પડકાર ફેંકવા સજ્જ : બન્ને ટીમોના સ્ટાર ખેલાડી ઉપર નજર રહેશે

સુકમા, તા. ૧૩ : જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આવતીકાલે રવિવારના દિવસે ત્રિકોણીય ટ્વેન્ટી-૨૦ શ્રેણીની ફાઇનલ મેચ રમાનાર છે. આ મેચ ખુબ જ રોમાંચક બને તેવી શક્યતા છે. બાંગ્લાદેશે મહત્વપૂર્ણ મેચમાં યજમાન શ્રીલંકા પર બે વિકેટે જીત મેળવી લીધા બાદ તમામની ઉત્સુકતા વધી ગઇ છે. ફાઇટ ટુ ફિનિશ મેચમાં જીત મેળવી બન્ને ટીમો હવે ઇતિહાસ રચવા માટે તૈયાર છે. શરૂઆતી તબક્કામાં રમાયેલી બન્ને મેચોમાં ભારતે બાંગ્લાદેશ પર જીત મેળવી છે. જેથી તે હોટફેવરીટ સાથે મેદાનમાં ઉતરનાર છે. ભારતે આઠમી માર્ચના દિવસે બાંગ્લાદેશને છ વિકેટે હાર આપી હતી. જ્યારે ૧૪મી માર્ચના દિવસે ભારતે બાંગ્લાદેશ પર ૧૭ રને જીત મેળવી હતી. બન્ને મેચો જીતી લીધા બાદ ભારતીય ટીમ ફાઇનલ મેચમાં વધુ જોરદાર દેખાવ કરવા માટે તૈયાર છે. રવિવાર હોવાથી મેદાનમાં મોટી સંખ્યામાં ચાહકો પહોંચે તેવી શક્યતા છે. ટ્વેન્ટી-૨૦ શ્રેણીની પ્રથમ મેચમાં જ હારનો સામનો કર્યા બાદ સતત  મેચો જીતીને ભારતીય ટીમે પોતાની તાકાતનો પરિચય આપી દીધો છે. ભારતીય ટીમ આવતીકાલે કોલંબો ખાતે બાંગ્લાદેશ સામે મેદાનમા ંઉતરશે. . ભારતે આ ત્રિકોણીય ટ્વેન્ટી-૨૦ શ્રેણીમાં હજુ સુધી ચાર મેચો રમી છે જે પૈકી પ્રથમ મેચમાં હાર થયા બાદ પોતાની તમામ મેચો જીતી છે. છેલ્લી મેચમાં ભારતે બાગ્લાદેશ પર જીત મેળવી હતી.રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ આવતીકાલે જોરદાર દેખાવ કરવા માટે સજ્જ છે. બાંગ્લાદેશ પણ લડાયક દેખાવ કરવા માટે સજ્જ છે. ટીમમાં અનેક આશાસ્પદ ખેલાડી રહેલા છે. મેચ રોમાંચક બનવાની શક્યતા છે. બાંગ્લાદેશે શ્રીલંકા પર ૧૦મી માર્ચના દિવસે પાંચ વિકેટે જીત મેળવી તમામને ચોંકાવી દીધી હતી.  આ ઉપરાંત તેની છેલ્લી મેચમા  પણ બાગ્લાદેશે શ્રીલંકા પર બે વિકેટે જીત મેળવી તમામને ચોંકાવી દીધા છે.ગઇકાલે રમાયેલી મેચમાં બાંગ્લાદેશે શ્રીલંકા સામે જીતવા માટેના જરૂરી ૧૬૦ રન ૧૯.૫ ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને બનાવી લીધા હતા. શ્રીલંકાની સ્વતંત્રતાના ૭૦ વર્ષની પૂર્ણાહુતિના પ્રસંગે આ શ્રેણીનુ આયોજન કરવામાં આવ્યુ છે.  ડી સ્પોર્ટસ પર આ મેચોનુ પ્રસારણ કરવામાં આવનાર છે. અત્રે નોંધનીય છે કે ભારતે હાલમાં દક્ષિણ આફ્રિકા પર વનડે બાદ ટ્વેન્ટી શ્રેણીમાં પણ ૨-૧થી જીતી લીધી હતી. આ મેચમાં રોહિત પાસેથી જોરદાર દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે.  દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં લાંબી શ્રેણી રમ્યા બાદ વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની, જશપ્રીત બુમરાહને આરામ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો  ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ટીમની પસંદગી કરતી વેળા સ્ટાર ખેલાડીઓને આરામ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. શ્રીલંકામાં રમાનારી આ ફાઇનલ મેચને લઇને સુરક્ષા વ્યવસ્થા પણ મજબૂત કરી દેવામાં આવી છે. બન્ને ટીમોને પુરતી સુરક્ષા આપવામાં આવી રહી છે. મેદાન અને હોટલની આસપાસ પણ સુરક્ષા વધારવામાં આવી છે. આ મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ભારતના સ્ટાર ખેલાડીઓ આ ત્રિકોણીય ટ્વેન્ટી-૨૦ શ્રેણીમાં રમનાર નથી. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ જોરદાર દેખાવ કરવા માટે ઉત્સુક છે. રોહિત શર્માના નેતૃત્વમાં આ ટીમમાં શિખર ધવન વાઇસ કેપ્ટન તરીકેની ભૂમિકામાં છે.  રાઉન્ડ રોબિન ફોર્મેટના આધાર પર આ શ્રેણી રમાઇ છે.  દિપક હુડા અને વોશિંગ્ટન સુંદરને સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભારતીય ટીમમાં વિજય શંકર અને મોહમ્મદ સિરાજનો સમાવેશ કરવામાં આવ્યો છે. તમામ મેચો કોલંબોમાં પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે લાઇટ હેઠળ રમાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.   ભારતીય ટીમ નીચે મુજબ છે.

ભારતીય ટીમ : રોહિત શર્મા (કેપ્ટન), ધવન, રાહુલ, રૈના, પાંડે, દિનેશ કાર્તિક, દિપક હુડા, સુંદર, યુજવેન્દ્ર ચહેલ, અક્ષર પટેલ, વિજય શંકર, શાર્દુલ ઠાકુર, જયદેવ, સિરાજ, રિષભ પંત..

ટ્વેન્ટી મેચોના પરિણામ

                                      કોલંબો,તા. ૧૭ : જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આવતીકાલે રવિવારના દિવસે ત્રિકોણીય ટ્વેન્ટી-૨૦ શ્રેણીની ફાઇનલ મેચ રમાનાર છે. આ મેચ ખુબ જ રોમાંચક બને તેવી શક્યતા છે. બાંગ્લાદેશે મહત્વપૂર્ણ મેચમાં યજમાન શ્રીલંકા પર બે વિકેટે જીત મેળવી લીધા બાદ તમામની ઉત્સુકતા વધી ગઇ છે. બાંગ્લાદેશે યજમાન શ્રીલંકા પર બન્ને મેચોમાં જીત મેળવી છે. આવતીકાલે ફાઇનલ મેચ રમાનાર છે ત્યારે હજુ સુધી આ ટ્વેન્ટી-૨૦ શ્રેણીની મેચોના પરિણામ નીચે મુજબ છે.

*    છઠ્ઠી માર્ચના દિવસે રમાયેલી પ્રથમ મેચમાં શ્રીલંકાએ ભારત પર પાંચ વિકેટે જીત મેળવી હતી

*    આઠમી માર્ચના દિવસે રમાયેલી બીજી મેચમાં ભારતે બાંગ્લાદેશ પર છ વિકેટે જીત મેળવી હતી

*    દસમી માર્ચના દિવસે શ્રીલંકા પર બાંગ્લાદેશે પાંચ વિકેટે જીત મેળવી લીધી હતી

*    ૧૨મી માર્ચના દિવસે રમાયેલી ચોથી મેચમાં શ્રીલંકા પર ભારતે છ વિકેટે જીત મેળવી હતી

*    ૧૪મી માર્ચના દિવસે રમાયેલી પાંચમી મેચમાં ભારતે બાંગ્લાદેશ પર ૧૭ રને જીત મેળવી હતી

*   ૧૬મી માર્ચના દિવસે રમાયેલી છઠ્ઠી મેચમાં બાંગ્લાદેશે શ્રીલંકા પર બે વિકેટે જીત મેળવી હતી

(12:30 pm IST)