Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

ટીમ ઇન્ડિયાને ઝાટકોઃ શુભમન ગિલ ઇન્જર્ડઃ ઓપનિંગની પરેશાની

ભારતીય ટીમના ઓપનર શુભમન ગિલ ઇન્જર્ડ થયો છે ઓપનીંગ જોડી માટે ફરી મુસીબત સાબીત થશે. બીજા ટેસ્ટ મેચ દરમ્યાન ત્રીજા દિવસે ગિલને હાથમાં ઇજા થતા મેચના ચોથા દિવસે ફિલ્ડીંગમાં પણ આવ્યો ન હતો. તેના હાથનું સ્કેનીંગ કરવામાં આવ્યું છે  રિપોર્ટ આવવાનો બાકી છે ગીલ ઇન્જર્ડ થતા ટીમમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.તે મોટેરામાં ટેસ્ટ રમશે કે કેમ તે અંગે સવાલ ઉભો થયો છે.

(3:41 pm IST)
  • અંતિમ બે ટેસ્ટ માટે ભારતીય ટીમ જાહેર : જે આ મુજબ છે : વિરાટ, રોહિત, મયંક, ગીલ, પૂજારા, રહાણે, રાહુલ, હાર્દિક, પંત, સહા, અશ્વિન, કુલદીપ, અક્ષર, સુંદર, ઈશાંત, બુમરાહ, સિરાજ, ઉમેશ યાદવ પણ ટીમ સાથે જોડાશે. access_time 4:19 pm IST

  • દક્ષિણ કોરિયાની ગુપ્તચર સેવાએ દાવો કર્યો છે કે ઉત્તર કોરિયન હેકરોએ કોરોના વાયરસ રસી અને સારવારથી સંબંધિત માહિતી ચોરી કરવાનો પ્રયાસ કર્યો છે. જો કે દક્ષિણ કોરિયાના એક સાંસદે દાવાને નકારી દીધો હતો, જે મુજબ રસી ઉત્પાદક ફાઈઝર કંપની હેકરોના નિશાના પર હતી. access_time 12:20 am IST

  • દેશમાં કોરોના થાક્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો: રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 11,573 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 09,37,106 થઇ :એક્ટિવ કેસ 1,33,702 થયા: વધુ 11,794 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,06, 42, 903 થયા :વધુ 99 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,55,949 થયા access_time 1:02 am IST